Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

IAS સંજીવ ખિરવારની લદ્દાખ અને પત્‍નિીની અરુણાચલ પ્રદેશમાં ટ્રાન્‍સફર

ડોગ વોક પર વિવાદ : સ્‍ટેડિયમમાં કૂતરાને રખડવાની માંગ કરનાર IAS અધિકારી સામે કેન્‍દ્ર સરકારે કાર્યવાહી કરી

નવી દિલ્‍હી, તા.૨૭: સ્‍ટેડિયમમાં કૂતરાને ફરવાની માંગ કરનાર IAS અધિકારી સામે સરકારે કાર્યવાહી કરી છે. સંજીવ ખિરવારની લદ્દાખમાં બદલી કરવામાં આવી છે. સંજીવ ખિરવારની પત્‍ની IAS રિંકુ દુગ્‍ગાની અરુણાચલ પ્રદેશમાં બદલી કરવામાં આવી છે. જણાવી દઈએ કે IAS ઓફિસર ત્‍યાગરાજ સ્‍ટેડિયમના ટ્રેક પર કૂતરાને ફરવાને કારણે ખેલાડીઓને પ્રેક્‍ટિસ કરતા અટકાવવામાં આવ્‍યા હતા. ઈન્‍ડિયન એક્‍સપ્રેસના સમાચાર મુજબ, પ્રેક્‍ટિસ કરતા ખેલાડીઓએ IAS ઓફિસરના કૂતરાને ફરવા લઈ જવા માટે પહેલા સ્‍ટેડિયમ ખાલી કરવું પડ્‍યું હતું. ખેલાડીઓના જણાવ્‍યા અનુસાર પહેલા તેઓ ૮ વાગ્‍યા સુધી પ્રેક્‍ટિસ કરતા હતા પરંતુ બાદમાં ગાર્ડે ૭ વાગે ખેલાડીઓને ટ્રેક પરથી હટાવવાનું શરૂ કરી દીધું હતું.

અહીં IAS સંજીવ ખિરવારે સમગ્ર ઘટના પર ખુલાસો કર્યો છે. તેણે કહ્યું છે કે મારા કારણે પ્રેક્‍ટિસ રોકવાની વાત પાયાવિહોણી છે. હું ભાગ્‍યે જ કૂતરા સાથે ટ્રેક પર જઉં છું. હું ત્‍યારે જ જાઉં છું જયારે કોઈ ખેલાડી ન હોય. ક્‍યારેય કોઈ ખેલાડીને સ્‍ટેડિયમ છોડવાનું કહ્યું નથી. જયારે ત્‍યાં કોઈ ન હોય ત્‍યારે જ હું કૂતરાને ટ્રેક પર છોડી દઉં છું. જો તે વાંધાજનક છે, તો હું તેને બંધ કરીશ.

અહીં, દિલ્‍હીના મુખ્‍યમંત્રી અરવિંદ કેજરીવાલે શહેરના તમામ સરકારી રમત કેન્‍દ્રોને રાત્રે ૧૦ વાગ્‍યા સુધી ખુલ્લા રાખવાનો નિર્દેશ આપ્‍યો છે. નાયબ મુખ્‍યમંત્રી મનીષ સિસોદિયાએ ગુરુવારે આ માહિતી આપી હતી.આ સૂચના મીડિયામાં એક IAS અધિકારીના સમાચાર આવ્‍યા બાદ સામે આવી છે.

(10:30 am IST)