Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

પાકિસ્તાનમાં પેટ્રોલમાં લિટરે 30 રૂપિયાનો તોતિંગ વધારો:આજ મધરાતથી થશે અમલ

IMFની વાતચીત નિષ્ફળ ગયા બાદ આજે મધ્યરાત્રિથી પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થશે.

પાકિસ્તાનમાં આજ રાતથી પેટ્રોલના ભાવમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. પાકિસ્તાનમાં આજ રાતથી પેટ્રોલ 30 રૂપિયા પ્રતિ લીટર મોંઘુ થશે. પેટ્રોલના ભાવમાં વધારો થતાં તેની અસર દરેક વસ્તુના ભાવ પર પડશે. અહેવાલો અનુસાર ગઈકાલે IMFની વાતચીત નિષ્ફળ ગયા બાદ આજે મધ્યરાત્રિથી પેટ્રોલના ભાવમાં 30 રૂપિયા પ્રતિ લીટરનો વધારો થશે.

અહેવાલો અનુસાર ડીઝલ અને કેરોસીન તેલની કિંમતમાં પણ 30 રૂપિયાનો વધારો થયો છે. આર્થિક નિષ્ણાતો ભાવ વધારાને સરકારની મોટી ભૂલ માની રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ભાવ વધારાથી આખા દેશ પર આ ‘પેટ્રોલ બોમ્બ’ ફેંકવામાં આવ્યો છે.

ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) દ્વારા માલસામાન પરની સબસિડી સમાપ્ત કરવાનો આગ્રહ રાખ્યા બાદ નાણાપ્રધાન મિફ્તા ઈસ્માઈલે ગુરુવારે પેટ્રોલિયમ ઉત્પાદનોના ભાવમાં ભારે વધારાની જાહેરાત કરી હતી. નાણામંત્રીએ કહ્યું કે સરકારે 27 મેથી પેટ્રોલ, ડીઝલ, કેરોસીન અને લાઇટ ડીઝલના ભાવમાં 30 રૂપિયાનો વધારો કરવાનો નિર્ણય લીધો છે.

(11:57 pm IST)