Gujarati News

Gujarati News

News of Friday, 27th May 2022

માઓવાદીના ટોચના નેતા સંદીપનું રહસ્યમય મોત :સરકારે જાહેર કર્યું હતું 30 લાખનું ઈનામ

સંદીપ યાદવ નક્સલવાદીઓના કેમ્પમાં ‘બડે સાહેબ’ તરીકે ઓળખાતા :દેશના 5 રાજ્યોની પોલીસ નક્સલવાદી નેતા સંદીપપ યાદવને શોધી રહી હતી

નવી દિલ્હી : ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)ની બિહાર-ઝારખંડ સ્પેશિયલ એરિયા કમિટીના ટોચના નેતા સંદીપ યાદવનું રહસ્યમય રીતે મૃત્યુ થયું છે. યાદવના મૃત્યુથી ઝારખંડ પોલીસે રાહતનો શ્વાસ લીધો છે. સંદીપ યાદવની તસવીર આજ સુધી પોલીસના હાથે નહોતી લાગી. આજે લોકો તેની લાશ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. સંદીપ યાદવ નક્સલવાદીઓના કેમ્પમાં ‘બડે સાહેબ’ તરીકે ઓળખાતા હતા. દેશના 5 રાજ્યોની પોલીસ નક્સલવાદી નેતા સંદીપપ યાદવને શોધી રહી હતી. સંદીપ યાદવનો ડર 90 દાયકામાં પરવાન પર હતો

મૂળ ગયાના લુટુઆના રહેવાસી સંદીપ યાદવના શંકાસ્પદ મોતથી નક્સલવાદીઓની કમર તૂટી ગઈ છે. તેને બિહારમાં નક્સલવાદનો આધારસ્તંભ માનવામાં આવતો હતો. તેઓ હાલમાં સેન્ટ્રલ ઝોનનો હવાલો સંભાળતા હતા. બિહાર સરકારે તેના પર 5 લાખનું ઈનામ રાખ્યું હતું અને ઝારખંડ સરકારે તેના પર 25 લાખનું ઈનામ રાખ્યું હતું. પોલીસ ફાઈલમાં નક્સલવાદીઓનો ટોચનો નેતા સંદીપ યાદવ 27 વર્ષથી ફરાર હતો પરંતુ તેને પકડવો તો દૂર તેની તસવીર પણ આજદિન સુધી પોલીસના હાથે નહોતી લાગી.

સેન્ટ્રલ કમિટિ ભારતીય કોમ્યુનિસ્ટ પાર્ટી(માઓવાદી)ના ટોચના નેતા સંદીપ યાદવના મોતથી બિહાર સહિત અનેક રાજ્યોની પોલીસ રાહત અનુભવી રહી છે. સાથે જ નક્સલવાદી કેમ્પમાં ‘બડે સાહેબ’ના મોતથી નિરાશા ફેલાઈ ગઈ છે. સંદીપ યાદવના શંકાસ્પદ મોત પાછળ દવાનું રિએક્શન જણાવવામાં આવી રહ્યું છે. ઝેર આપીને તેની હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે

(9:37 pm IST)