Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રેડમી દ્વારા વાયરલેસ ઇયરફોન ઇયરબડ્સ એસ. લોન્ચ કરાયોઃ કિંમત રૂ.૧૭૯૯

નવી દિલ્હી: Xiaomiની બ્રાન્ડ રેડમીએ મંગળવારે ભારતમાં 1,799 રૂપિયાની કિંમતના  વાયસલેસ ઈયરફોન ઈયરબડ્સ એસને લોન્ચ કર્યા છે. કંપનીનું કહેવું છે કે જલ્દી બધી દૂકાનો પર પણ ઉપલબ્ધ થઇ જશે.

અત્યારે રેડમી ઈયરબડ્સ એસનું વેચાણ 27 મે થી શરૂ થઈ જશે અને એમેઝોન ઇન્ડિયા, મી ડોટ કોમ, મી હોમ સ્ટોર્સ અને બીજા પણ સ્ટૂડિયો આઉટલેટ્સના માધ્યમથી ઉપલબ્ધ થશે.

Xiaomi ઈન્ડિયાના ચીફ માર્કેટિંગ ઓફિસર અનૂજ શર્માના જણાવ્યા અનુસાર કોમ્પૈક્ટ ડિઝાઈન અને આઈપીએક્સ4 રેટિંગ જેવી સુવિધાઓથી રેડમી ઈયરબડ્સ એસની બહુમુખી ક્ષમતા ઘણી વધી જાય છે, જેનો અલગ - અલગ જગ્યાએ ઉપયોગ કરી શકાય છે. અમને આશા છે કે રેડમી ઇયરબડ્સ એસની સાથે આમારા ગ્રાહકોન. ઓડિયોનો એક શાનદાર અનુભવ મળશે.

 ડિવાઈસમાં ગેમ રમવા દરમિયાન ઓડિઓ લૈગને ઓછી કરવા માટે સમર્પિત ગેમિંગ મોડ ( લો-લેટેંસી મોડ) ની સુવિધા છે. કંપનીના જણાવ્યાં અનુસાર ઈયરબડ્સ એસ ચાજિંગ કેસ સાથે 12 કલાક સુધી ચાલવા માટે સક્ષમ છે.

તેના ઉપરાંત તેમાં આજુબાજુ થઈ રહેલો ઘોંઘાટ ને ઓછો કરવાનો વિકલ્પ (ENC) જેવા શાનદરા ફિચર પણ આપવામાં આવ્યાં છે. આની પહેલા ખબર આવી હતી કે Xiaomi કથિત રીતે ભારતમાં પોકો2 પ્રો (Poco F2 Pro) ના રૂપમાં રેડમી 30 પ્રો (Redmi K30 Pro) ને રીબ્રાન્ડ કરીને લોન્ચ કરવાની યોજના બનાવી રહી છે.

હવે ગૂગલ પ્લે સપોર્ટ પેજ પોકો એફ2 પ્રો નું કોડ નેમ આઇએમઆઇ બતાવી રહ્યાં છે, જો કે  કે30 પ્રો નું પણ કોડ નેમ છે. ગિજ્મો ચાઈનની ખબર અનુસાર, તેનાથી જાણવાં મળે છે કે વાસ્તવમાં બન્ને ડિવાઈસ પોકો એફ2 પ્રો અને રેડમી પ્રો એક જ છે.

(5:00 pm IST)