Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મુંબઇથી પરત આવેલ ૭૫ % અને દિલ્હીથી આવેલ ૫૦ ટકા શ્રમિકો કોરોનાથી પિડાય છે

યોગી આદિત્યનાથના વિધાનોથી બબાલઃ પ્રિયંકા ગાંધીએ પુરાવા માંગ્યા

લખનૌઃ કોંગ્રેસ મહાસચીવ પ્રિયંકા ગાંધીએ યુપીના મુખ્યમંત્રી યોગીના વિધાનો અંગે આધાર-પુરાવા માંગ્યા છે. તેમણે પુછયુ છે કે બીજા રાજયોમાંથી આવતા કેટલા શ્રમિકો-કારીગરો સંક્રમીત છે. ઉપરાંત પ્રિયંકાએ ટવીટર ઉપર એક વિડીયો શેર કર્યો છે. જેમાં યોગી કહેતા સંભળાઇ છે કે મુંબઇથી પરત ફરેલ ૭૫ ટકા પ્રવાસી શ્રમિકો કોરોના વાયરસ સંક્રમીત મળ્યા છે. દિલ્હીથી આવનાર ૫૦ ટકા અને અન્ય રાજયોમાંથી આવેલ ૨૫ ટકા કારીગરો-શ્રમીકો સંક્રમીત છે. આખા રાજયમાં ૭૫ હજાર સ્વાસ્થ્ય ટીમ કામ કરી રહી છે. તપાસ, પરીક્ષણ અને ઇલાજના કારણે અમે કોવિડ-૧૯ને નિયંત્રીત કરવામાં સફળ રહયા છીએ.

પ્રિયંકાએ વિડીયોના આધારે યોગી સરકાર પાસે પુરાવા માંગ્યા છે. અને કોંગ્રેસના નેતાઓએ રીતસર યોગી સરકાર ઉપર પ્રશ્નનોનો મારો ચલાવ્યો છે. પ્રિયંકાએ સવાલ કરેલ કે જો ૧૦ લાખથી વધુ કોરોના સંક્રમીત છે  તો આંકડો કેમ ૬૨૨૮ જાહેર કરાય છે. જો આ વિધાનોમાં હકીકત હોય તો સરકાર સંપૂર્ણ પારદર્શીતા સાથે ટેસ્ટીંગ, સંક્રમણનો ડેટા અને અન્ય તૈયારીઓ લોકોને જણાવે. ઉપરાંત યુપીના પૂર્વ મુખ્યમંત્રી અખીલેશે પણ યોગી આદિત્યનાથના નિવેદન અંગે તીખી પ્રતિક્રિયા આપતા જણાવેલ કે કાંઇક તો છે જેની ઉપર પડદો પાડવામાં આવી રહયો છે.

(3:58 pm IST)