Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

રેટીંગ એજન્સી ફિચે આર્થિક વિકાસ દરના અંદાજમાં કર્યો ઘટાડો

ચાલુ વર્ષે ભારતનો જીડીપી -૫% રહેવાનો અંદાજ

નવી દિલ્હી તા. ૨૭ : રેટિંગ એજન્સી ફિચે નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ભારતીય અર્થવ્યવસ્થાના અંદાજમાં મોટો ઘટાડો કર્યો છે. એજન્સીના મતે, આ વર્ષ ભારતનોઙ્ગઅર્થિક વિકાસ દર -૫ ટકા સુધી રહી શકે છે. અગાઉ એપ્રિલમાં ફિચ ૦.૮ ટકાના ગ્રોથનો અંદાજ વ્યકત કર્યો હતો. એજન્સી મુજબ, આર્થિક ગતવિધિઓ પર રોક અને લોકડાઉનમાં અત્યંત કડક નીતિને કારણે આવી સ્થિતિ પેદા થઈ શકે છે.

ફિચે જણાવ્યું છે કે, ભારતના આર્થિક ગ્રોથના અંદાજમાં ઘટાડો કરવામાં આવ્યો છે અને પહેલા અંદાજ ૦.૮ ટકા હતો હવે તેમાં ફેરફાર કરીને અર્થવ્યવસ્થામાં ૫ ટકાના ઘટાડાનો અંદાજ વ્યકત કરવામાં આવે છે.ઙ્ગ

ફિચે જણાવ્યું કે, ભારતે લોકડાઉનની કડક નીતિનું પાલન કર્યું છે અને જે ઘણા સમય સુધી ચાલ્યું છે. શરૂઆતમાં થોડા સપ્તાહના જ લોકડાઉનનો અંદાજ હતો પરંતુ હવે અંદાજમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રેટિંગ એજન્સીએ જણાવ્યું છે કે, તેમણે મે મહિનાના પોતાના વૈશ્વિક અંદાજમાં ઘટાડો કર્યો છે. વૈશ્વિક આર્થિક ગતિવિધિ ધીમે-ધીમે સમાપ્ત થઈ રહી છે. સૌથી વધારે ઘટાડો ભારતના વૃદ્ઘિ દરમાં કરાયો છે. ચાલું નાણાંકીય વર્ષમાં ભારતીય અર્થવ્યવસ્થામાં પાંચ ટકાનો ઘટાડો આવશે. અગાઉ ભારતીય અર્થવ્યવસ્થામાં ૦.૮ ટકાની વૃદ્ઘિનો અંદાજ વ્યકત કરાયો હતો.ઙ્ગ

અર્થવ્યવસ્થામાં સુસ્તીને લઈને ફિચે જણાવ્યું છે કે, લોકડાઉન લંબાવવાને કારણે મુશ્કેલી થઈ છે જેને કારણે આર્થિક સુસ્તીમાં વધારો થયો છે. આર્થિક ગતિવિધિઓના જે આંકડા સામે આવી રહ્યા છે જે ખૂબજ નબળા છે. આ સાથે જ એજન્સીએ વર્ષ ૨૦૧૯-૨૦માં વૃદ્ઘિ દર ૩.૯ ટકા રહેવાનો અંદાજ વ્યકત કર્યો છે. આ ઉપરાંત ફિચે જણાવ્યું છે કે, ૨૦૨૧-૨૨માં ભારતનો વૃદ્ઘિ દર સુધારાની સાથે ૯.૫ ટકા સુધી પહોંચી શકે છે.

(3:50 pm IST)