Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

પ્રિ-મોન્સુન એકટીવીટી શરૂ થશે : બપોર બાદ વરસશે

સૌરાષ્ટ્ર - ગુજરાત અને દેશભરમાં હવામાનની સ્થિતિ કેવી છે તે જાણોઃ ગુરૂ-શુક્ર દ. ગુજરાત અને શનિ-રવિ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી : અમરેલી - ભાવનગર - ગીર સોમનાથમાં વધુ સંભાવનાઃ ૩ જૂને સૌરાષ્ટ્રમાં વાવાઝોડુ ત્રાટકશે, પરંતુ હવામાન વિભાગે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી

રાજસ્થાન - ચુરૂ જેવી ગરમી સૌરાષ્ટ્ર- ગુજરાતમાં નહિં પડે, પારો ૪૨-૪૩ ડિગ્રી આસપાસ ઘૂમશેઃ કચ્છ અને રાજસ્થાનમાંથી સુકા પવન સૌરાષ્ટ્ર - ગુજરાતમાં ફૂંકાઈ રહ્યા હોય ગરમીનું પ્રમાણ વધુ જોવા મળી રહ્યુ છે : જો કે હવામાન વિભાગે કહ્યુ છે કે સૌરાષ્ટ્ર - ગુજરાતમાં રાજસ્થાન - ચુરૂ જેવી આકરી ગરમી - લૂ નહિં પડે, આ વખતે રેકોર્ડબ્રેક ગરમીની શકયતા ઓછી છે : હાલમાં બે થી ત્રણ દિવસ ગરમીનો પારો ૪૨ થી ૪૩ ડિગ્રી આસપાસ રહેશે : આ મહિનાના અંતથી કે જૂનના પ્રારંભથી પ્રિ-મોન્સુન વરસાદ (બપોર પછી) સંભાવના રહેશે

 ગુરૂ - શુક્ર કર્ણાટક અને તામિલનાડુમાં ગાજવીજ સાથે વરસાદ પડશે  તા.૩૦-૩૧ અને ૧ જૂને ગુજરાતના અમુક ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ પડશે

 નાગાલેન્ડ, મણીપુર, મિઝોરમ અને ત્રિપુરામાં આગામી પાંચ દિવસ અને પૂર્વોત્તર રાજયોમાં ૪૮ કલાક ભારે વરસાદ : જયારે તા.૩૦ મે સુધી દક્ષિણના અમુક ભાગોમાં પણ વરસાદની આગાહી

 ઉત્તર રાજસ્થાનના જે વિસ્તારોમાં હાલમાં રેકોર્ડબ્રેક ગરમી પડી રહી છે ત્યાં તેમજ રાજસ્થાનના મધ્ય, દક્ષિણ અને પૂર્વોત્તર જિલ્લાઓમાં વરસાદ શરૂ થશે

 હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર ૨૯ મેથી ૧ જૂન દરમિયાન દેશના કેટલાક રાજયોમાં સારો વરસાદ નોંધાશેઃ ગરમીથી પણ રાહત મળશે

 તા.૨૯ થી ૩૧ દરમિયાન પંજાબ, હરીયાણા, દિલ્હી, રાજસ્થાન અને યુ.પી.માં ધુળની ડમરીઓવાળા પવન સાથે વરસાદ પડશે

 દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં રેડએલર્ટઃ ગુજરાતના કેટલાક શહેરોમાં હિટવેવઃ હવામાન વિભાગ દ્વારા દિલ્હી, રાજસ્થાન, પંજાબ, હરિયાણામાં રેડએલર્ટ જારી કરાયુ છેઃ પાંચ દિવસ લૂનો પ્રકોપ વરસશે : જયારે ગુજરાતના કેટલાક ભાગોમાં જેમકે કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠામાં હિટવેવની સંભાવના છે

દેશના પશ્ચિમ કાંઠે વેલમાર્કડ લો પ્રેશર સર્જાઇ રહ્યું છે અને તે મજબૂત બની રહ્યું છે. જેના લીધે ૨૮ મેના રોજ કેરળમાં ચોમાસું બેસી જશે તેવી પૂરી સંભાવના છે. મુંબઈ અને ગુજરાત માટે આ લો પ્રેસર ઉપર સતત નજર રાખવામાં આવી રહી છે.

અમદાવાદમાં ૪૮ કલાક ઓરેન્જ એલર્ટ : આકરો તાપ વરસતો હોય બપોરે ૧ થી ૫ દરમિયાન લોકોને ઘરની બહાર ન નીકળવા તાકીદ

 સૌથી ગરમ શહેર ૪૩.૭ ડીગ્રી  મહત્તમ તાપમાનનો પારો સતત ઉંચો : ૧ર શહેરોમાં ૪રથી ૪૪ : ડીગ્રી આસપાસ પારો

(3:48 pm IST)