Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

લડાખમાં ભારત-ચીન વચ્ચે તંગદીલી જોતા જો યુધ્ધ થાય તો શું છે બંને દેશોની તાકાત

નવી દિલ્હીઃ પૂર્વી લડાખમાં ભારત અને ચીનના સૈન્યો, સામ-સામે છે. ચીનના રાષ્ટ્રપતિ જીનપીંગે પોતાની સેનાને યુધ્ધ માટે તૈયાર રહેવા પણ જણાવી દીધુ છે. ભારત પણ ચીનની નાપાક ચાલથી સર્તક છે અને બરોબરની સૈન્ય ગોઠવણ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. એક દિવસ પહેલા જ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ અને એનએસએ જનરલ બિપીન રાવત સહિત ત્રણેય પાંખોના વડા પાસેથી ચીન વિરૂધ્ધ તૈયારીની બ્લુપ્રીન્ટ જાણી હતી.

જો બંને રાષ્ટ્રો વચ્ચે યુધ્ધ થાય તો?  ઇન્ટરનેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ સ્ટ્રેટેજીક સ્ટડીના એક રીપોર્ટ મુજબ ચીન પાસે ૨૩ લાખ આસપાસ જયારે ભારત પાસે ૧૩.૨૫ લાખનું સૈન્ય બળ છે.  ચીન પાસે ૧૬૬૯ તો ભારત પાસે ૧૩૮૦ ફાઇટર વિમાનો છે. ઉપરાંત ચીન પાસે ૧૩ હજાર કિલોમીટરની રેન્જવાળી ડાંગ ફેંગ-૫ અને આ સીરીઝની બીજી મીસાઇલો છે તો ભારત પાસે સુપરસોનીક ક્રુઝ મિસાઇલ બ્રહ્મમોસ, અગ્નિ,  આકાશ અને નાગ જેવી મિસાઇલો છે. બ્રહ્મમોસ અત્યાધુનીક છે તેને ફકત ૫ મીનીટમાં જ છોડવા માટે તૈયાર કરી શકાય છે. ચીન પાસે ૭૫ અને ભારત પાસે ૨૭ યુધ્ધ જહાજ છે. અને બંને દેશો ચીન અને ભારત પાસે અનુક્રમે ૧૫૦ થી ૨૦૦ અને ૫૦ થી ૯૦ જેટલા ઘાતક પરમાણુ હથીયારો છે.

(3:46 pm IST)