Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

મુંબઈનું પાવનધામ જૈન સંકુલ કોરન્ટાઈન સેન્ટર માટે સોંપાયુ

રાજકોટઃ મુંબઈમાં દિન- પ્રતિદિન કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા વધતી જ જાય છે. રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબએ કરૂણાભાવના સાથે દર્દીઓ માટે દીર્ઘદ્રષ્ટિ વાપરી મુંબઈના કાંદિવલી (વેસ્ટ), મહાવીરનગરમાં સ્થિત, સર્વધર્મ સમભાવ અધ્યાત્મક સંકુલના પ્રમુખ દિનેશભાઈ મોદીને, ''પાવનધામ''ને કોરોના સંક્રમિત દર્દીઓની સેવા અને સારવાર અર્થે પરમાર્થ ઉપયોગ કરવા પ્રેરણા આપતા તે વિસ્તારના ગોપાલભાઈ શેટ્ટી (એમપી) તથા મુંબઈમાં સારવાર કેન્દ્રો બનાવવા જેમને જવાબદારી સોંપાયેલ છે તેવા ઘાટકોપરના પરાગભાઈ શાહ (એમએલએ)ના અથાગ પ્રયત્નોથી અને એપેક્ષ હોસ્પિટલના સહયોગથી પાવનધામ- કાંદિવલી કોવિડ-૧૯ના દર્દી માટે સારવાર કેન્દ્ર બન્યુ છે. આ અંગે એપેક્ષ હોસ્પિટલના ડો.વ્રજેશભાઈ શાહ, એક્ષ હેલ્થ મિનિસ્ટર માનનીય દીપકભાઈ સાવંત, ગોપાલભાઈ આદિ પાવનધામનું સર્વે કરી ગયાં છે. આ સેન્ટર કાલથી શરૂ થશે. આ સેન્ટર સર્વ માટે હોવા છતાં જો કોઈ પણ જૈન સાધુ- સાધ્વીજી કોરોના ગ્રસ્ત થશે તો તેમને સંપૂર્ણ પણે સારવાર મળશે તેવું ટ્રસ્ટી દિનેશભાઈએ જણાવેલ એમ પાવનધામ કમિટિના સભ્ય નિરવભાઈ શાહએ જણાવ્યું છે.

(3:44 pm IST)