Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

લોકડાઉન ૫.૦ બે સપ્તાહ માટે લાગુ રહેશે: અમદાવાદ-સુરત સહિત દેશના ૧૧ શહેરો પર કેન્દ્રીત રહેશે : કેન્દ્ર સરકાર 15 જૂન સુધી લોકડાઉન લંબાવે તેવી સંભાવના છે તેમ ન્યૂઝફર્સ્ટના હવાલાથી જાણવા મળે છે

કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતા ધાર્મિક સ્થળો, સલૂન, જીમને છૂટછાટ મળશે : કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય : માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સ અનિવાર્ય બનશે

નવી દિલ્હીઃ લોકડાઉનના પાંચમા તબક્કાની તૈયારીઃ કોરોના પ્રભાવિત ૧૧ શહેરોને બાદ કરતા બાકીના શહેરોમાં છૂટ લંબાવાશેઃ પાંચમુ ચરણ દિલ્હી, મુંબઇ, બેંગ્લોર, પૂણે, થાણે, ઇન્દોર, ચેન્નઇ, અમદાવાદ, જયપુર, સુરત અને કોલકત્તા પૂરતુ સિમીત રહેશેઃ આ શહેરોમાં દેશના કુલ કેસના ૭૦ ટકા કેસ છેઃ લોકડાઉનના પાંચમા તબક્કામાં ધાર્મિક સ્થળો ખોલવાની છૂટ મળશે પરંતુ નિયમો અને શરતો રહેશેઃ કોઇ મહોત્સવની મંજૂરી નહીં અપાય.

માસ્ક અને સોશ્યલ ડિસ્ટેન્સ અનિવાર્ય બનશેઃ લોકડાઉન ૫.૦ દરમિયાન બધા ઝોનમાં સલૂન અને જીમ ખોલવાની મંજૂરી મળશે માત્ર કન્ટેન્ટમેન્ટ ઝોનને બાદ કરતાઃ જો કે આ ચરણમાં સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટી ખોલવાની મંજૂરી નહીં અપાયઃ સાથોસાથ મોલ અને મલ્ટીપ્લેક્ષ પણ બંધ રહેશેઃ ૫.૦ લોકડાઉનમાં લગ્ન અને અંતિમ સંસ્કારમાં વધુ લોકો સામેલ થઇ શકશે તેવી મંજૂરી અપાશેઃ લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ રહેશે.

(4:27 pm IST)