Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

સરહદે ૮ હજાર કરોડ તીડ પેદા થશે

ભારત-પાક સરહદે આવતા મહિને તીડનું સૌથી મોટુ બ્રીડીંગ થશેઃ વિશ્વસ્તરીય તીડ નિયત્રંણ ઓપરેશન જરૂરી : રાજસ્થાનમાં આફ્રિકાથી પાકિસ્તાન થઈ કરોડોની સંખ્યામાં આવેલ તીડનંુ ઝૂંડ જેસલમેર અને ગંગાનગરને પાર કરી રાજયના ઉત્તર - પશ્ચિમી ભાગોમાં ઉભા પાકને તબાહ કરી રહ્યા છે

જિનીવા, તા. ૨૭ : સંયુકત રાષ્ટ્ર સંઘ (યુનો)ના એક ઉચ્ચ અધિકારીએ ચેતવણી આપી છે કે ભારત અને પાકિસ્તાનની સરહદ ઉપર આવતા મહિને સૌથી મોટું તીડોનું બ્રીડીંગ થશે. જેનાથી ૮ હજાર કરોડ તીડ પેદા થશે. આમ ભારત અને પાકિસ્તાન માટે તીડ આગામી દિવસોમાં મહાભયાનક ખતરો બની જશે. રણવિસ્તારના (રણતીડ) ખેતીના પાકો માટે દુનિયાભરમાં સૌથી વિનાશકારી ટુરીસ્ટ કિટાણુ તરીકે માનવામાં આવે છે.

કોરોના વાયરસથી જજુમી રહેલ રાજસ્થાન માટે તીડના ટોળા નવી મુસીબત બની ગઈ છે. યુનોના ખાદ્ય અને કૃષિ એજન્સીના વરિષ્ઠ અધિકારી કીથ ક્રેસમેને ચેતવણી આપી છે કે કરોડો - અબજો તીડ ભારત ઉપર ટંૂક સમયમાં હુમલો કરી શકે છે. તેણે કારણ આપતા જણાવ્યુ છે કે ભારત - પાકિસ્તાનની સરહદ ઉપર રાજસ્થાનના ભાગમાં મધ્ય જૂનમાં વિશ્વનું સૌથી મોટુ તીડ બ્રીડીંગ થશે. જેનાથી લગભગ ૮ હજાર કરોડ તીડ પેદા થશે.

સૌથી મોટી ચિંતા એ છે કે આ તીડ સામાન્ય તીડ નથી પરંતુ રણતીડ છે. જેને વિશ્વમાં સૌથી વિનાશકારી ટુરીસ્ટ કિટાણુ તરીકે માનવામાં આવે છે.

રાજસ્થાનના ગંગાનગર, બિકાનેર, જેસલમેર, જોધપુર, બાડમેર, નાગૌર, ચુરૂ, જાલોર, સિરોહી વગેરે જિલ્લામાં આ તીડના મહાભયાનક ટોળાઓ હુમલો કરી શકે છે.

ભારતમાં સામાન્ય રીતે ૧ જૂનથી ચોમાસુ બેસી જાય છે. તીડને ઈંડા મૂકવા માટે ગરમીની જરૂરત હોય છે. કારણ કે આ રણતીડ છે. એટલા માટે રણવિસ્તારની ભેજવાળો ભાગ તેને વધુ પસંદ આવે છે. જેને લઈને ભારત - પાકિસ્તાન સરહદની વચ્ચેનો ભેજ તેને ખૂબ જ માફક આવે છે.

અનુમાન મુજબ ૧૫ જૂન આસપાસ પ્રિ-મોન્સુન વરસાદથી વાવણી અને હરિયાળી તીડના ટોળાને ખૂબ જ અનુ કૂળ પડે છે અને પેટ ભરવાની સાથે બ્રીડીંગ પણ કરે છે. (ઈંડાઓ પણ મૂકે છે).   જયપુરના કૃષિ વિભાગના સંયુકત સચિવ એસ.પી.સિંહે કહ્યુ હતું કે, અત્યારે તો જયાં તીડ દેખાય છે ત્યાં મારવામાં આવી રહ્યા છે પરંતુ આ વૈશ્વિક સમસ્યા છે. તેથી તેમણે કેન્દ્ર સરકારને પણ આગ્રહ કર્યો છે કે વિશ્વ સ્તર ઉપર આ રણતીડના નિયંત્રણ ઉપર પ્રયાસ કરવામાં આવે છે. સારૂ તો એ જ થશે કે ઈંડા મૂકે તે પહેલા જ આ તીડને મારી મૂકવામાં આવે.

(11:22 am IST)