Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ટુંકાગાળામાં રાહતઃ લાંબા ગાળે ગેરફાયદો

EMI ટાળવાનો નિર્ણય કેટલો વ્યાજબી ? : બેંકો ૩ વિકલ્પ આપે છેઃ જો કે અંતે તો લોનધારક જ દંડાશે

નવી દિલ્હી તા. ર૭ : લોકડાઉન દરમ્યાન રિઝર્વબેંકે લોનના હપ્તા ન ભરવાની મુદત વધુ ત્રણ મહિના વધારી દીધી છે. આનો અર્થ એ થયો કે જો તમે હોમ અથવા ઓટોલોન લીધી છે તો તમે ઓગસ્ટ સુધી હપ્તા ન ભરો તો ચાલશે. રિઝર્વ બેંકે માર્ચથી મે સુધીના હપ્તા ટાળવાની સવલત તો પહેલા આપી જ દીધી છે. બેંકીંગ એકસપર્ટસનું કહેવું છે કે આ સુવિધા બહારથી જોવામાં જેટલી સારી દેખાય છે તેટલી છે નહીં. આ બાબતે નિર્ણય પુરો અભ્યાસ કર્યા પછી લેવો જોઇએ ત્રણ મહિનાની સવલતનો બોજ તમારા ખીસ્સા પર કેટલો પડશે તે જાણવું જોઇએ.

જો કોઇ હપ્તો ભરવાનું ટાળવા માંગતા હોય તો બેંક તેને ત્રણ વિકલ્પ આપે છે.

પહેલો વિકલ્પઃ ટાઇમસર હપ્તો ન દેવાથી જે વ્યાજ ચડેછે.તે ઓગસ્ટમાં વ્યાજ સાથે ચૂકવવું માની લો કે કોઇ વ્યકિતએ ર૯ લાખ રૂપિયાની લોન ર૦ વર્ષ માટે લીધી છે તો તેનો હપ્તો રપરરપ નો થશે. જો તે છ મહિના હપ્તો ન ભરે તો તેની હપ્તાની રકમ ૧,પ૧,૩પ૦ રૂપિયા થાય. તેના પર બેંક દ્વારા નકકી કરાયેલ  પ થી૭ ટકા વ્યાજ દેવુ પડે. જો ૭ ટકા વ્યાજ ગણીએ તો તમારે ૧,૬૧,૯૪૪ રૂપિયા ઓગસ્ટમાં ભરવા પડે.

બીજો વિકલ્પઃ ૬ હપ્તાને લોનમાં ઉમેરી દેવામાં આવે. લોનની મુદ્દત ન વધારાય પણ હપ્તાની રકમ વધારી દેવાય ર૯ લાખ રૂપિયાની લોન ર૦ વર્ષ માટે લીધી હોય અને તમે ૧ર હપ્તા ભરી દીધા હોય તો રર૮ હપ્તા બાકી હોય. હવે ૬ હપ્તા તમે ન ભરો તો હપ્તાની રકમ રપરરપ ના બદલે રપ૬પ૦ જેવી થઇ જાય લોનની મુદત એટલી  જ રહેશે.

ત્રીજો વિકલ્પઃ હપ્તાની રકમ ન વધારાય, પણ લોનની મુદ્દત વધારવામાં આવે. ર૯ લાખ રૂપિયા લોન ર૦ વર્ષ માટે લીધી હોય અને છ હપ્તા ન ભર્યા હોય તો તમારી લોનની મુદ્દત ૭ હપ્તા જેટલી વધી જશે હપ્તાની રકમ એટલી જ રહેશે.

અર્થશાસ્ત્રી ડો.સારથી આચાર્યનું કહેવું છે કે હપ્તા ન ભરવાની આ સવલતમાં સૌથી વધારે ખટકે છે વ્યાજ પર વ્યાજ તમે ૬ મહિનાના હપ્તા ટાળ્યા હોય તો તે તમારે પરત તો કરવાના જ છે પણ તે વ્યાજ પર વ્યાજ સાથે ભૂતપૂર્વ બેંકર એસ.પી.લોઢાનંુ કહેવું છે કે હપ્તા મોડા ભરવાની આ જાહેરાતમા બેંકોને કોઇ નુકસાન નથી એટલે જે પૈસાની સગવડ હોય તો હપ્તા ભરી દેવાએ જ ફાયદાકારક છે.

(11:21 am IST)