Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

નિયમિત યોગ કરવાથી માનસીક સ્વાસ્થ્ય સારૃં રહે છેઃ સ્ટડી

ઓસ્ટ્રેલિયાઇ સંશોધકોએ સ્ટડીમાં યોગના વ્યાયામના હિસ્સાને સામેલ કર્યો

નવી દિલ્હી,તા.૨૭: ઓસ્ટ્રલિયાના સંશોધકોનું કહેવું છે કે, આ કોરોના વાયરસના સંકટ દરમિયાન જો યોગ કરવામાં આવે તો તણાવ ડિપ્રેશનના લક્ષણોને ખૂબ પ્રમાણ સુધી ઘટાડી શકાય છે. ઓસ્ટ્રેલિયાના સંશોધકોએ પોતાના  સ્ટડીમાં યોગના ફકત વ્યાયામ વાળા ભાગને સામેલ કર્યો છે, એમાં પ્રાણાયામ અને ધ્યાન સામેલ નથી.

સંશોધકોએ એવા આંસાનોના આધાર પર વિશ્લેષણ કર્યું છે કે જેમાં વ્યકિત ઓછામાંઓછા ૫૦ ટકા સમય શારીરિક રુપે સક્રિય રહે છે. યૂનિવર્સિટી ઓફ  સાઉથ ઓસ્ટ્રેલિયા અને યૂનિવર્સિટી  ઓફ ન્યૂ સાઉથ વેલ્સના એક મેડિકલ  સંશોધકોએની ટીમે પોતાના સ્ટડી  થકી તારણ આપ્યું છે કે યોગ કરવાથી એવા લોકોનું માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે, ડિપ્રેશનમાં છે, કોઈ ઘટનાના કારણે તણાવમાંથી પસાર થઈ રહ્યા છે.

જેમને સિજોફેનિયા ,બેચેની, દારુની આદત અને બાઈપોલક સમસ્યા છે. આ સંશોધકો ટીમનું કહેવું છે કે વ્યકિત સતત યોગ કરે તો તેનાથી માનસિક સ્વાસ્થ્ય સારું થાય છે. સંશોધક ટીમના સભ્યોનું કહેવું છે કે વ્યકિત સતત યોગ કરે તો તેને કેટલીક માનસિક સમસ્યાથી એ બહાર આવી શકે છે. યોગ કેટલીયે પ્રકારની સમસ્યા દૂર કરવામાં સહાયક બને છે. આ સાથે યોગ કરવાથી મનુષ્યને ઓતરિક શાંતિનો અનુભવ થાય છે. જે રીતે નિયમિત વ્યાયામ કરવાથી તબિયત સારી રહે છે, એ જ રીતે યોગ કરવાથી સ્વાસ્થ્ય અને ઓતરમનની શાંતિ માટે એ હિતકારક છે. એટલા માટે જ વિશ્વભરમાં કેટલાય લોકોનો ઝુકાવ યોગ તરફ વધી રહ્યો છે અને યોગ ૫ર કેટલાય પ્રકારના રીસર્ચ ચાલી રહ્યાં છે.

દક્ષિણ ઓસ્ટ્રેલિયા યુનિવર્સિટીના મુખ્ય સંશોધકો જેકિટા બ્રિસ્લે કહ્યું કે કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં સામાજિક અંતરના નિયમનું પાલન કરવામાં આવી રહ્યું છે.એટલે વધુને વધુ લોકો ઘરમાં રહેવા મજબૂર છે, એટલે એકલાપણાની લાગણી થાય છે.

(11:20 am IST)