Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

બીઝનેસમાં હવે ૩ સપ્તાહની ક્રેડિટ બંધઃ માત્ર રોકડીયો વ્યવહાર

કોરોના- લોકડાઉન ઇફેકટઃ ડિફોલ્ટની આશંકાએ ડિસ્ટ્રીબ્યુટર્સે માત્ર રોકડ વ્યવહાર શરૂ કર્યોઃ ઉધારી બંધ થતાં નાના-મધ્યમ વેપારીઓની મુશ્કેલીમાં વધારો થયો: લોકડાઉનમાં કેશ ઇઝ કિંગઃ ૧૫મી માર્ચ સુધીમાં રૂ.૨૬ લાખ કરોડની કુલ કરન્સી ચલણમાં: માર્ચ ૩૧ પછી રૂ.૧.૫૫ લાખ કરોડની નવી નોટો બજારમાં આવી

નવી દિલ્હી તા. ર૭ :.. કન્ઝયુ ગુડઝ, ઇલેકટ્રોનિકસ, સ્માર્ટફોન્સ અને રાંધણ ગેસના ડિસ્ટ્રિબ્યુટર્સે ત્રણ સપ્તાહની ક્રેડિટ આપવાને બદલે માત્ર રોકડ વ્યવહાર શરૂ કર્યો છે. તેમને બિઝનેસની પ્રતિકૂળતાને કારણે નાના રિટેલર્સના ડિફોલ્ટની આશંકા છે. વેચાણમાં ઘટાડાને લીધે રિટલર્સ પાસે રોકડ નહીં હોવાથી સમગ્ર સપ્લાય ચેઇનમાં ગુડઝની હેરફેર અટકી ગઇ છે.

નાના ટાઉનમાં સ્થિતિ વધુ ગંભીર છે. સામાન્ય રીતે અહીં નાની દુકાનો નિયમિત ગ્રાહકોને ઉધાર પર માલસામાન ખરીદવાની છૂટ આપતી હતી. જો કે, મહામારીન કારણે પરપ્રાંતીય કામદારો સહિત ઘણા ખરીદદારો ડિફોલ્ટ થવાના કિસ્સા બન્યા છે.

કંપનીઓએ જણાવ્યું હતું કે, પેકજડ સ્નેકસ, ખાદ્ય તેલ, બિસ્કિટસ, ડેરી પ્રોડકટસ, સેનિટાઇઝર્સ, રૂમ કલીનર્સ અને રૂ. ૧પ,૦૦૦થી ઓછી કિંમતના ફોનમાં સ્થિતિ બહુ પ્રતિકુળ છે. કારણ કે આ પ્રોડકટસમાં છેલ્લ કેટલાક વખતથી અટકલી ખરીદીને કારણે નોંધપાત્ર માંગ છે. ઉપરાંત, ઘઉં, લોટ અને ચોખાન વેચાણને પણ અસર થઇ છે. અદાણી વિલ્મરના ડેપ્યુટી સીઇઓ અંગ્શુ મલિકે જણાવ્યું હતું કે, 'અમે ડિસ્ટ્રિબ્યુટર્સને ઉધાર માલ આપવાની બાબતમાં સાવચેત બન્યા છીએ. ડિસ્ટ્રીબ્યુટર્સને આશંકા છે કે રિટેલર્સ નાણા નહીં ચૂકવી શકે અથવા ધંધો સમટી લેશે.'

તેને લીધે અમારી પ્રોડકટસ અત્યારે લગભગ પ૦ ટકા રિટેલ સ્ટોર્સ સુધી જ પહોંચે છે. નાના વેપારીઓને અત્યારે નાણા ચૂકવવામાં મુશ્કેલી નહી રહી છે.

બંગાળના ચોખાના વેપારી સુબ્રોતો મોંડોલે જણાવ્યું હતું કે, 'બિહાર, બંગાળ, ત્રિપુરા, ઝારખંડ અને ઓડિશામાં ચોખાના વેપારીઓએ ડિસ્ટ્રીબ્યુટર્સને રૂ. ૧,પ૦૦ કરોડ ચુકવવાના બાકી છે.' ઉદ્યોગ વર્તુળોના જણાવ્યા અનુસાર દેશના અન્ય ભાગો અને અન્ય પ્રોડકટસના કિસ્સામાં બાકી રકમ ઘણી વધુ હોવાની શકયતા છે. ભારતની સૌથી મોટી ફુડ કંપની પારલે પ્રોડકટસના કેટેગરી હેડ બી ક્રિષ્ના રાવ જણાવ્યું હતું કે, 'લોકડાઉન શરૂ થયું ત્યારે નાના સ્ટોર્સ પાસે ડિસ્ટ્રિબ્યુટર્સનાં નાણા ફસાઇ ગયા હતા એટલે અત્યારે તેઓ માત્ર રોકડ વેચાણ કરી રહ્યા છે અને તેમણે ક્રેડિટ કાર્ડ સહિત ડીજીટલ પેમેન્ટ સ્વીકારવાનું પણ શરૂ કર્યુ છે.' સ્માર્ટફોન અને ઇલેકટ્રોનિકસના રિટેલર્સે જણાવ્યું હતું કે, 'સેમસંગ, શાઓમી, ઓપો, વોલ્ટાસ અને ગોદરેજ એપ્લાયન્સિસ જેવી બ્રાન્ડસના ડિસ્ટ્રિબ્યુટર્સ પણ કેશ પેમેન્ટના વિકલ્પ તરફ વળ્યા છે.' કેટલીક કંપનીઓએ હજુ ઉધાર માલ આપવાનું ચાલુ રાખ્યું છે, પણ હવે તે પણ આ સ્ટ્રેટેજીની સમીક્ષા કરી રહ્યા છે.

(11:20 am IST)