Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

ભારતને ૩ દેશોનો ભરડો : સરહદે યુદ્ધનો ઉન્માદ

સરહદ ઉપરનો માહોલ યુદ્ધ જેવો તંગદિલી ભર્યો : નરેન્દ્રભાઇ સ્હેજે નમતું મુકવાના મૂડમાં નથી

નવી દિલ્હી, તા. ર૭ : દેશમાં કોરોનાની મહામારી વચ્ચે ભારતે એક સાથે ૩ મોરચે લડવાની તૈયારી કરવી પડી રહી છે. ચીન અને નેપાળમાં સીમા વિવાદ વચ્ચે હંમેશાં નડતું આવતું ના પાકિસ્તાન પણ હવે સક્રિય બન્યું છે. જે ચીન અને નેપાળ વિવાદનો લાભ લઇને પાક સરહદે હવે સળીઓ કરવા લાગ્યું છે. ભારત સામે લડવાનો હાલમાં ૩ દેશોને ઉન્માદ ચડ્યો છે. ભારત આ ૩ મોરચે હાલમાં લડાઈ લડી રહ્યું છે.

કોરોના સંકટ વચ્ચે પાકિસ્તાનની નાપાક હરકતો યથાવત છે. છેલ્લા કેટલાય દિવસથી પાકિસ્તાન સતત યુદ્ઘવિરામનું ઉલ્લંદ્યન કરી રહ્યું છે. મંગળવારે પણ જમ્મૂ-કાશ્મીરમાં સરહદ પારથી તોપમારો કરવામાં આવ્યો હતો. લાઇન ઓફ કંટ્રોલ (LoC) પર પુંછ જિલ્લાના બાલકોટ સેકટરમાં પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પ્રહાર કરવામાં આવ્યો છે. જેનો ભારતીય સેનાએ જડબાતોડ જવાબ આપ્યો છે. છેલ્લા કેટલાય દિવસથી એલઓસી પર યુદ્ઘવિરામ ઉલ્લંદ્યનની દ્યટનાઓ વધી રહી છે.

લદ્દાખના ગલવાન વિસ્તારમાં ભારત અને ચીની સેના વચ્ચેનું ટેન્શન ચરમસમી પર છે. હવે એવા અહેવાલ મળી રહ્યા છે કે ચીનના સૈનિકોની આ વિસ્તારમાં સંખ્યા ૫૦૦૦ સુધી પહોંચી ગઈ છે. જેઓ ભારત અ્ને ચીન વચ્ચેની લાઈન ઓફ એકચ્યુલ કન્ટ્રોલથી નજીકમાં જ છે.તેમાંના કેટલાક ભારતીય સીમાની અંદર ઘુુસી આવ્યા છે. બીજી તરફ ભારતે હવે ચીનના સૈનિકોની સામે પોતાની તૈનાતી વધારવાની સાથે સાથે ચીનની સેનાની હિલચાલ પર નજર રાખવા માટે ડ્રોનનો ઉપયોગ શરૂ કર્યા હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. ૧૯૬૨ ભારત-ચીન યુદ્ઘનું કેન્દ્ર રહેલા ગલવાન વિસ્તારમાં LAC ની નજીક ઘુુસણખોરોને નીકાળવા માટે ભારતીય સેનાને બળનો પ્રયોગ ના કરવાની સલાહ આપવામાં આવી છે.

આખા વિવાદમાં નેપાળની સરકારે સામે આવીને ભારતના નકશા પર આપત્ત્િ। દાખવવી પડી હતી, ત્યારથી નેપાળ સરકાર પર પગલાં લેવાનું દબાણ હતું. જયારે લિપુલેખમાં ભારતે ચીન સુધી જનાર રસ્તાનું નિર્માણ કર્યું, તો નેપાળે પણ અમુક દિવસો પછી નવો નકશો જાહેર કર્યો અને જેમાં તેણે એ માનચિત્રમાં સામેલ કરવામાં આવ્યા જેના પર તે દાવો કરતું આવ્યું છે. ભારતે આપત્ત્િ। દર્શાવી અને બંને દેશો વચ્ચે વિવાદ હજી પણ ચાલુ છે. નેપાળના વડા પ્રધાન ઓલી વિશે કહેવામાં આવે છે કે તેઓ વિદેશસંબંધોમાં પોતાના બે મોટા પાડોશી ભારત અને ચીન વચ્ચે સંતુલન જાળવવા માગે છે. ભારત પર જ નભતા નેપાળ હવે ચીનની સોડમાં ભરાઈને ભારતને યુદ્ઘની ધમકી આપી રહ્યું છે. ભારતની સરહદ પર સશશ્ત્ર સૈનિકો ગોઠવી દીધા છે. ભારતે લિપુલેખથી તિબ્બતમાં માનસરોવર સુધી રસ્તો બનાવ્યો છે જે નેપાળને પચતો નથી. નેપાળનું કહેવું છે કે લિપુલેખ તેનો વિસ્તાર છે જયારે ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાના વિસ્તારમાં રસ્તો બનાવ્યો છે. હકીકતમાં આ સમગ્ર વિવાદ ત્યારે ઉઠ્યો જયારે રક્ષામંત્રી રાજનાથ સિંહે આઠ મેના રોજ વીડિયો લિંકથી ૯૦ કિમી લાંબા આ રસ્તાનું ઉદ્ઘાટન કર્યું હતું.

(10:43 am IST)