Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કોવિડ-૧૯: દેશમાં ૨૪ કલાકમાં ૬૩૮૭ કેસઃ ૧૭૦ના મોત

ભારતમાં કોરોના કુદકેને ભૂસકે લોકોને સિકંજામાં લ્યે છેઃ કુલ કેસ ૧૫૧૭૬૭: દેશનો મૃત્યુઆંક ૪૩૩૭: મહારાષ્ટ્રનો મૃત્યુઆંક ૧૭૯૨: કુલ કેસ ૫૪૭૫૮: ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, તામીલનાડુમાં કેસની સંખ્યામાં ચિંતાજનક વધારોઃ વિશ્વમાં ૩૪૯૩૦૧ લોકોના મોતઃ ૫૬૩૭૫૪૪ લોકો સંક્રમિત

નવી દિલ્હી, તા. ૨૭ :. દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. અનેક દિવસ થઈ ગયા રોજના ૬૦૦૦થી વધુ કેસ સામે આવી રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૬૩૮૭ નવા કેસ સામે આવ્યા છે અને ૧૭૦ લોકોના મોત થયા છે. આ સાથે દેશભરમાં કોરોના પોઝીટીવ કેસની કુલ સંખ્યા ૧૫૧૭૬૭ થઈ ગઈ છે. જેમાં ૮૩૦૦૪ સક્રિય કેસ છે. ૬૪૪૨૬ લોકો સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે. અત્યાર સુધી ૪૩૩૭ લોકોના મોત થયા છે.

દિલ્હીમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ૧૪૪૬૫ થઈ છે. જેમાં ૨૮૮ના મોત થયા છે. આ સિવાય ૬૯૫૪ લોકો સાજા થયા છે. વૈશ્વિક આંકડા અનુસાર અત્યાર સુધી દુનિયામાં ૫૬૩૭૫૪૪ લોકો કોરોનાથી સંક્રમિત થયા છે અને ૩૪૯૩૦૧ લોકોના મોત થયા છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે મહારાષ્ટ્રમાં કુલ કેસ ૫૪૭૫૮ છે અને ૧૭૯૨ લોકોના મોત થયા છે તો તામીલનાડુમાં ૧૭૦૦૦થી વધુ કેસ નોંધાયા છે અને ૧૨૭ના મોત થયા છે. મહારાષ્ટ્ર અને તામિલનાડુ બાદ ગુજરાતમાં સંક્રમણ ઝડપથી ફેલાય રહ્યુ છે. કુલ દર્દીઓની સંખ્યા ૧૪૮૨૧ની થઈ છે અને ૯૧૫ના મોત થયા છે.

રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં પણ સંક્રમણ વધી રહ્યુ છે. રાજસ્થાનમાં ૭૫૩૬ દર્દીઓ છે જેમાં ૧૭૦ લોકોના મોત થયા છે. મ.પ્રદેશમાં ૭૦૨૪ દર્દીઓ છે અને ૩૦૫ લોકોના મોત થયા છે. યુપીમાં ૬૫૪૮ કેસ આવ્યા છે અને ૧૭૦ના મોત થયા છે. બિહારમાં ૨૯૮૩ દર્દીઓ છે અને ૧૩ના મોત થયા છે.

(10:41 am IST)