Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કાળમુખા કોરોનાની લાખો બાળકો ઉપર વિનાશકારી અસર પડશે : ચોંકાવનારો રિપોર્ટ

બાળકોના હિત માટે લેવાયેલા વર્ષોના પ્રયાસો - પ્રગતિને સંકટ પાછળ લઇ જશે : મહામારી બાળકોને વધુ શ્રમ કરવા મજબૂર પણ કરશે : નાની ઉંમરે લગ્નો થવા માંડશે

નવી દિલ્હી તા. ૨૭ : કોરોના અને તેના પ્રભાવ અંગે અનેક અધ્યયન કરવામાં આવ્યા છે. અને રોજ કંઈક નવું જાણવા મળી રહ્યું છે. પરંતુ બાળકો પર કોવિડ-૧૯ના પ્રભાવો પર જોડાયેલી એક રિપોર્ટ પર અત્યંત ચોંકાવનારો ખુલાસો થયો છે.

એક અધિકાર સમૂહનું કહેવું છે કે આ આપદાના કારણે લાખો બાળકોના ભવિષ્ય પર ખતરાના વાદળો મંડરાય રહ્યો છે. કારણકે કોરોના મહામારી બાળકોને શ્રમ અને ઓછી ઉંમરના લગ્ન માટે મજબુર કરશે. કારણકે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનું કહેવું છે કે તાત્કાલિક પ્રતિબંધ હટાવાથી કેસની સંખ્યામાં ભારે વધારો થયો છે.

ઙ્ગસૂત્રોના જણાવ્યા મુજબ, બાળકોના હિતમાં કરેલા વર્ષોના પ્રયત્નો અને પ્રગતિને આ સંકટ અનેક વર્ષો પાછળ લઇ જશે. તેથી બાળકોના અધિકાર પર પહેલેથી અનેક વધુ ધ્યાન આપવાની જરૂરિયાત છે. એનજીઓના સ્થાપકે તેમનો વર્ષનો રિપોર્ટ રજૂ કરીને કહ્યું કે આ મહામારી જેના કારણે આજે સરકારોની પાસે સ્વાસ્થ્ય અને શિક્ષા માટે પૈસા નથી. થોડાક સમયમાં લખો બાળકોને ગરીબીના કીચડમાં ધકેલી દેશે.

બાળકોનું રસીકરણ અભિયાન રદ્દ થવાના કારણે બાળકના મૃત્યુ દરમાં વધારાનો ખતરો વધી ગયો છે. જયારે સામાન્ય રીતે શાળાના ભોજન પર જ નિર્ભર રહેતા લાખો બાળકોની પાસે દૈનિક પોષણ મળવાનો કોઈ સ્ત્રોત નથી. મહામારીને ધ્યાનમાં રાખીને આ વર્ષના સર્વેક્ષણે આઇસલેન્ડ, સ્વિટ્ઝર્લેન્ડ અને ફિનલેન્ડને ટોપ પર રાખ્યા છે. જયારે ચડ, અફઘાનિસ્તાન અને સિએરા લિયોનને સૌથી ખરાબ પ્રદર્શન કરવાવાળા દેશોમાં જગ્યા આપવામાં આવી છે.

(10:22 am IST)