Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

SBIના આર્થિક સંશોધન વિભાગનું તારણ

કોવિડ-૧૯: ગુજરાતને કુલ ઘરગથ્થું ઉત્પાદનમાં ૨.૬૧ લાખ કરોડનું નુકશાનઃ દેશને ૩૦.૩૪ લાખ કરોડનું નુકશાન

સૌથી વધુ આર્થિક નુકશાન ધરાવતા રાજયોમાં ગુજરાત ત્રીજા ક્રમે

નવી દિલ્હી, તા.૨૭: ગુજરાતને કોવિડ-૧૯ને કારણે નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૦૨૧ના જીએસડીપી યાને રાજયના કુલ ઘરગથ્થું ઉત્પાદનમાં રૂ.૨,૬૧,૩૮૬ કરોડનું થશે. એસબીઆઇના ઇકોનોમિક રિસર્ચ વિભાગને મેગેઝિન ઇકોરેપ દ્વારા આ ગણતરી મુકાઈ છે.

મંગળવારે જાહેર થયેલા આ રિપોર્ટમાં દેશના દરેક રાજયને કોવિડ-૧૯ તથા લોકડાઉનની સ્થિતિને કારણે ૨૦૨૦-૨૧ના જીએસડીપીમાં કેટલું નુકસાન જશે એનો અંદાજ દર્શાવવામાં આવ્યો છે, જેમાં ગુજરાત સંદર્ભે આ રિપોર્ટ કહે છે કે, રાજયને ૨૦૨૦-૨૧ના જીએસડીપીમાં જે રૂ. ૨.૬૧ લાખ કરોડનું નુકસાન જશે, તે તેના કુલ જીએસડીપીના ૧૫ ટકા જેટલું હશે. જે કુલ નુકસાન ગણાયું છે તેમાં ૬૦.૫ ટકા નુકસાન રેડઝોન એટલે કે રાજયના મુખ્ય દ્યોગિક તથા વાણિજયક વિસ્તારોમાં ગણાયું છે, જયારે ઓેરેન્જ ઝોનમાં ૩૬.૧ ટકા તથા ગ્રીન ઝોનમાં યાને ગ્રામીણ વિસ્તારોમાં માત્ર ૩.૩ ટકા નુકસાનનો અંદાજ દર્શાવાયો છે.

એસબીઆઈના ઇકોનોમિક રિસર્ચ વિભાગના અંદાજ પ્રમાણ કોવિડ-૧૯ તથા લોકડાઉનના કારણે ૨૦૨૦-૨૧માં દેશના જીડીપીમાં કુલ રૂ. ૩૦.૩૪ લાખ કરોડના નુકસાનનો અંદાજ મૂકયો છે, જેમાં સૌથી વધુ નુકસાન મહારાષ્ટ્ર અને તમિલનાડુ પછી ત્રીજા નંબરે ગુજરાતમાં ગણાવાયું છે. ગુજરાતને થનારા નુકસાનનો હિસ્સો દેશના જીડીપીમાં ૮.૬ ટકા ગણાવાયો છે. આ રિપોર્ટ મુજબ મહારાષ્ટ્રને રૂ. ૪,૭૨,૪૩૩ કરોડના અને તામિલનાડુને રૂ. ૨,૮૬,૩૫૭ કરોડના તેમના જીએસડીપીમાં નુકસાનનો અંદાજ બતાવાયો છે.

પ્રવર્તમાન કોરોના મહામારી અંગે આ રિપોર્ટ એમ પણ કહે છે કે, જૂન ૨૦થી નવા કેસોની સંખ્યામાં મોટો વધારો શરૂ થશે અને ઓગસ્ટના પહેલા અઠવાડિયે કેસો ઘટી જતાં, સપ્ટેમ્બર મધ્યમાં રોગચાળો નાબૂદ થવાની ગણતરી છે.

રાજયના નાણાવિભાગના અધિક મુખ્ય સચિવ પંકજ જોશીએ એસબીઆઈના આ ઇકોનોેમિક રિસર્ચ એનાલિસિસ અંગે પ્રતિભાવ આપતાં જણાવ્યું હતું કે, ૫૨ સપ્તાહના વર્ષમાં આપણે હજી ૭માં અઠવાડિયામાં છીએ, એટલે આ પ્રકારના પૂર્વાનુમાનો હજી ઘણા વહેલા ગણાય, અને મહત્ત્વનું એ છે કે, હવે રિવાઇવલ યાને પુનનિર્માણની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે, દ્યોગિક ઉત્પાદન શરૂ થવા લાગ્યું છે, વેપાર-ધંધા ફરી શરૂ થઈ રહ્યા છે, ટૂંકમાં િઆથિક વાતાવરણ પલટાઈ રહ્યું છે, તેથી અમે આશાવાદી છીએ, એમ નાણાવિભાગના એસીએસએ ટાંકયું હતું.

ગુજરાત સરકારે તેના લેટેસ્ટ બજેટ દસ્તાવેજોમાં જણાવ્યું છે કે, વર્ષ ૨૦૨૦-૨૧માં રાજયનું જીએસડીપી રૂ. ૧૮,૮૪,૯૨૨ કરોડ રહેશે, આ અંદાજ, આગળના વર્ષના સુધારેલા અંદાજમાં ૧૦ ટકા વૃદ્ઘિ ગણીને મુકાયો છે, પરંતુ વર્ષ ૨૦૨૦-૨૧માં કોવિડ-૧૯ અને લોકડાઉનને કારણે દેશનો જીડીપી શૂન્ય અથવા માઇનસમાં ગણાતો હોઈ ગુજરાતનો જીએસડીપી ૨૦૨૦-૨૧ના અંતે વર્ષ ૨૦૧૯-૨૦ના સુધારેલા અંદાજ મુજબ, જીએસડીપી ચાલુ ભાવે ગણતા રૂ. ૧૫,૦૧,૯૪૪ કરોડની આસપાસ રહેવાની શકયતા છે.

(10:21 am IST)