Gujarati News

Gujarati News

News of Wednesday, 27th May 2020

કર્ણાટકના ૩૪પ૦૦ મંદિરોમાં ૧ જૂનથી ઝાલરો વાગવા લાગશેઃ દરવાજા ખૂલશે

બેંગ્લોર તા. ર૭ : કોરોના સંક્રમણને ફેલાતું રોકવા દેશભરમાં લોકડાઉન છે. લોકડાઉન ૪.૦માં સરકાર તરફથી ઘણી છુટછાટો આપવામાં આવી છે. જો કે મંદિરો, મસ્જીદો માટે પ્રતિબંધો ચાલુ જ છે. પણ કેન્દ્ર સરકારે લોકડાઉનમાં છુટ બાબતે રાજયોને પણ નિર્ણય લેવાનો અધિકાર આપ્યો હતો હવે કર્ણાટક સરકારે મંદિરો બાબતે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

રાજય સરકારે, પહેલી જૂનથી મંદિરોને ખોલવાનો નિર્ણય કર્યો છે જો કે,આ દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સીંગનું પાલન કરવુ ફરજીયાત રહેશે. મંદિરોના પુજારીઓ અને ભકતો બન્ને મંદિરો ખોલવાની માંગણી કરી રહ્યા હતા. કર્ણાટકમાં લગભગ ૩૪પ૦૦ મંદિરો પહેલી જૂનથી ખૂલી જશે.

આ પહેલા ઉતરાખંડમાં બદ્રીનાથ અને કેદારનાથ ધામના કપાટ પણ ખોલાયા હતા જો કે લોકડાઉનના કારણે ત્યાંભકતોને જવાની પરવાનગી નથી. લોકડાઉન અસર દેશના સૌથી શ્રીમંત મંદિર પર પણ થઇ છે. આંધ્ર પ્રદેશના તિરૂપતિ બાલાજી મંદિરમાં કામ કરતા ૧૩૦૦ કોન્ટ્રાકટ કર્મચારીઓને છૂટા કરાયા હતા. આ કર્મચારીઓના કોન્ટ્રાકટ ૩૦ એપ્રિલે પુરો થયા પછી મંદિર પ્રશાસનને તે રિન્યુ કરવાની ના પાડી હતી.

(12:57 pm IST)