Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કર્ણાટકમાં બનશે ભાજપની સરકાર :ખુદ કોંગ્રેસી નેતા કેએન રાજન્નાએ કર્યો મોટો દાવો

પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ જી. પરમેશ્વર ઉપમુખ્યમંત્રી તરીકે નહિ રહે અને આ સરકાર સત્તામાં નહિ રહે

બેંગ્લોરઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ભયંકર હાર બાદ સતત પાર્ટીમાં ઘમાસાણ મચ્યું છે કેટલાય રાજ્યોના કોંગ્રેસ અધ્યક્ષોએ પોતપોતાના રાજીનામાં ધરી દીધાં છે, હવે કોંગ્રેસ શાસિત રાજ્યોમાં પણ જનાદેશની અસર જોવા મળી રહી છે. ખાસ કરને વાત કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકારને લઈ વરિષ્ઠ નેતા અને પૂર્વ ધારાસભ્યએ મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે 10 જૂન બાદ કર્ણાટકની સરકાર પડી ભાંગશે.

  અત્રે ઉલેલ્ખનીય છે કે કર્ણાટકમાં ભાજપે 28 લોકસભા સીટોમાંથી 25 સીટ પર જીત નોંધાવી છે. જે બાદથી જ કર્ણાટકની જેડીએસ-કોંગ્રેસ ગઠબધન સરકાર પર સંકટના વાદળો ઘેરાયાં છે દરમિયાન કર્ણાટક સરકારના ભવિષ્યને લઈ દિગ્ગજ કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય કેએન રાજન્નાએ મોટો દાવો કર્યો છે. રાજન્નાએ કહ્યું કે, "કર્ણાટકમાં જી. પરમેશ્વર ઉપમુખ્યમંત્રી તરીકે ત્યાં સુધી રહેશે જ્યાં સુધી પીએમ મોદી શપથ ન લઈ લે.

   કોંગ્રેસી નેતા અને પૂર્વ ધારાસભ્ય કેએન રાજન્નાએ વધુમાં કહ્યું કે, 'પીએમ મોદીના શપથ ગ્રહણ બાદ જી. પરમેશ્વર મંત્રી નહિ રહે અને આ સરકાર સત્તામાં નહિ રહે.' વધુમાં તેમણે કહ્યું કે કર્ણાટક સરકાર આગલી 10 જૂન બાદ પડી ભાંગે. અગાઉ કોંગ્રેસી નેતા રમેશ જારકીહોલી અને ડૉક્ટર સુધાકરે બેંગ્લોરમાં ભાજપના નેતા એસએમ કૃષ્ણાના આવાસ પર ભાજપી નેતા આર અશોક સાથે મુલાકાત કરી હતી. જો કે કોંગ્રેસી ધારાસભ્યએ કહ્યું કે આ મુલાકાત માત્ર શિષ્ટાચાર ભેટ હતી.

(9:09 pm IST)