Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામુ આપવા મક્કમ : સિનિયરોને મળીને કહ્યું નવા નેતા શોધી કાઢો

નવી દિલ્હી :કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી આજે કોંગ્રેસના સિનિયર નેતાઓને મળ્યા હતા અને કહ્યું હતું કે પક્ષ પ્રમુખપદેથી રાજીનામુ આપવાનો તેમનો નિર્ણ્ય મક્કમ છે અને પક્ષે નવા નેતા શોધી કાઢવો જ રહ્યો

   અત્રે ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં મળેલ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કરી હતી જેનો પક્ષે અસ્વીકાર કર્યાનું જાહેર થયું હતું અલબત્ત કોંગ્રેસે સત્તાવાર રીતે રાહુલ ગાંધીએ રાજીનામાની ઓફર કર્યાંનો ઇન્કાર કર્યો હતો

   જોકે અત્યર સુધીમાં કોંગ્રેસમાંથી કોઈપણ જગ્યાએ માંગણી આવી નથી અને એકપણ પ્રદેશ સમિતિમાં આવો કોઈ ઠરાવ પણ મુકવામાં આવ્યો નથી જાણે એવું લાગે છે કે સમગ્ર કોંગ્રેસ પક્ષ ઈચ્છે છે કે રાહુલ ગાંધી પ્રમુખ પદેથી વિદાય લ્યે

દિલ્હીના જાણીતા પત્રકાર નિર્મલ જાદવે  આવી ટ્વીટ કરીને વિગતો જાહેર કરી છે

(8:48 pm IST)