Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

આજથી નૌતપાનો પ્રારંભઃ હવામાન વિભાગની દ્રષ્‍ટિએ ૯ દિવસ ભારે ગરમી અનુભવાશે

નવી દિલ્હી: આજથી નૌતપા શરૂ થઇ રહ્યું છે. એવામાં આજથી લઇને 3 જૂન સુધી સૂર્ય અને પૃથ્વી વચ્ચેના અંતરમાં ઘટાડો થાય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ભારે ગરમીનો અનુભવ થાય છે અને 9 દિવસ સુધી ભારે ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠે છે. તમને જણાવી દઇએ કે, નૌતપા ઉનાળાના સૌથી ગરમ દિવસ માનવામાં આવે છે. તે દરમિયાન 9 દિવસ સુધી સૂર્ય અને પૃથ્વીના વચ્ચે અંતર ઓછુ હોય છે. જેના કારણે તાપમાનમાં અતિશય ગરમીમાં વધારો થયા છે.

તમને જણાવી દઇએ કે, આ વખતે નૌતપા 25 મેથી લઇને 3 જૂન સુધી રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસરા, નૌતપા દરમિયાન ઘણી જગ્યાઓ પર તાપમાન 47 ડિગ્રીને પાર જઇ શકે છે. જેના કારણે હવામાન વિભાગે લોકોને ઘરથી બહાર નીકળતા પહેલા સાવધાન રહેવા કહ્યું છે. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસાર, સૂર્યનું રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરવાથી નૌતપાની શરૂઆત થયા છે અને આ નક્ષત્ર 15 દિવસનું હોય છે. જેના કારણે શરૂઆતના 9 દિવસ નૌતપા તરીકે ઓળખાય છે. તે દરમિયાન સૂર્ય, બુધ, મંગળ અને શનિનો સમસપ્તક યોગ બને છે. જેના કારણે તાપમાનમાં ભારે ગરમીમાં વધારો થયા છે.

જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસરા, આ સમસપ્તક યોગના કારણે ભારે ગરમી પડશે. સાથે સાથે ભારે પવન ફૂંકાવાની સાથે વરસાદનો પણ યોગ બની રહ્યો છે. પરંતુ આ ગરમીમાં કોઇ રાહત મળશે નહીં. જ્યોતિષાચાર્યોના જણાવ્યા અનુસરા, સૂર્ય જ્યારે રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કરે છે, ત્યારે સૂર્ય આ નક્ષત્રને પોતાના પ્રભાવમાં આવરી છે. જેના કારણે સૂર્યના તાપમાં વધારો થયા છે અને તાપમાનમાં વૃદ્ધી થવાથી ગરમીમાં પણ વધારો થયા છે.

નૌતપા વિશે કહેવામાં આવે છે કે, જેષ્ઠ શુક્લ પક્ષના આદ્રા નક્ષત્રથી લઇને દસ નક્ષત્રો સુધી જો વરસાદ થયા તો, વર્ષા ઋતુમાં વરસાદ ઓછો થયા છે. જ્યારે આ નક્ષત્રમાં જો ભારે ગરમી પડે છે તો વરસાદ સારો થવાની સંભાવના રહેતી હોય છે.

(5:36 pm IST)