Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

અમનાથ યાત્રા માટે ૧ લોકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધુ : આ વર્ષે શ્રેષ્ઠ મેડીકલ સુવિધા મળશે

જમ્મુ : ૧ જુલાઈથી શરૂ થઈ રહેલ ૨૦૧૯ની અમરનાથ યાત્રા માટે રજીસ્ટ્રેશન અને હેલીકોપ્ટર ટિકીટો મળીને ૧ લાખથી વધુ લોકોએ નામ નોંધાવી દીધા છે : અત્યારે બેંકોની બ્રાન્ચોમાં રજીસ્ટ્રેશન અને હેલીકોપ્ટર ટિકીટ મેળવવા માટે શિવભકતોની ભીડ જામી છે : ૧ એપ્રિલથી શરૂ થયેલ એડવાન્સ રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં દેશભરની બેન્ક શાખાઓમાં ૮૫ હજાર ભાવિકોએ રજીસ્ટ્રેશન કરાવી દીધુ છે જયારે ૨૬ હજાર યાત્રાળુઓએ હેલીકોપ્ટર માટે રજીસ્ટ્રેશન કરાવ્યુ છે : હેલીકોપ્ટરની ટીકીટ મેળવનાર યાત્રાળુઓ માટે અગાઉથી રજીસ્ટ્રેશન કરાવવાની જરૂરત નથી પરંતુ તેમની ટિકીટ જ રજીસ્ટ્રેશન થયેલુ માનવામાં આવશેઃ જો કે તેમના માટે હેલ્થ સર્ટીફીકેટ લાવવાનું ફરજીયાત છેઃ આ વખતે યાત્રાળુઓ માટે તમામ ધ્યાન તેમને મળનારી મેડીકલ સુવિધાઓ ઉપર કેન્દ્રીત કરવામાં આવ્યુ છે : લખનપુરથી લઈને બર્ફાની બાબાની પવિત્ર ગુફાની બહાર સુધી ખાસ ડોકટરોને ખડેપગે રાખવામાં આવશે : જમ્મુમાં કઠુઆથી બનીહાલ સુધી ૩૬ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છેે: જેમાં ૧-૧ ડોકટર ઉપરાંત પેરામેડીકલ સ્ટાફ રખાશે : જયારે કાશ્મીર ક્ષેત્રમાં ૬૬ આરોગ્ય કેન્દ્ર બનાવવામાં આવી રહ્યા છે.

(4:20 pm IST)