Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દાલ લેઇક આસપાસ સ્થળાંતરનો પ્રશ્ન દાયકાઓથી લટકતો રહ્યો છે

કરોડો રૂપિયા પાણીની જેમ વપરાઇ ગયા

જમ્મુ તા. ર૭ : દાલ સરોવરની આજુ બાજુ રહેતા લોકોમાં ગુલામ રસૂલ પણ છે જે દાયકાઓથી ત્યાં રહે છે તેનું કહેવું છે સ્થાનાંતરની પ્રક્રિયા અંતરિન છે. મારા પિતા ૭૫ વર્ષની ઉમર મૃત્યુ પામ્યા તે પહેલા તે ઘણી વાર આમને આ અંગે વાત કરતા હતા.

દાલ સરોવરના પાણીને બચાવવા અને તનું જતન કરવા માટે કેટલાક પ્રોજેકટ અંતર્ગત દાવ સરોવરના અંદરના વિસ્તારોમાં રહેતા લોકોના સ્થળાંતર માટે અત્યાર સુધીમાં કરોડો રૂપિયા ખર્ચાઇ ગયા હોવા છતાં પણ પ્રશ્ન ઠેરનો ઠેર છે.

રસૂૂલે કહ્યું હતું કે અમે ત્રણ ભાઇઓ છીએ પણ તેમાંથી સ્થળાંતર માટેના લીસ્ટમાં મારૂ એકનું જ નામ છે  મપા બે ભાઇઓ મારી બાજુમાં જ રહેલા હોવા છતાં લીસ્ટ તૈયાર થયું ત્યારે તેઓ અપરિણિત હોવાથી તેમના નામ લીસ્ટમાં નથી. હવે તેમણે કયાં રહેવું ? તેઓ જયાં રહે છે ત્યાં જ તે લોકો રહેશે.

દાલ વિસ્તારના ઘણા લોકો કરે છે અમને સ્થળાંતર સામે કંઇક વાંધો નથી પણ સરકાર અમને એક જગ્યાએ ખડકી દેવા માગે છે. તેઓ અમારૂ કંઇ સાંભળતા નથી.

આ પહેલા મારા એક સગા રાખી અર્થ કોલોની ખાતે સ્થળાંતર થયા હતા અને તે ત્યાં બહુ દુઃખી જીવન ગાળી રહ્યા છે. છેલ્લા ત્રીસ વરસથી બધું કામ ફકત કાગળ પર જ થયું છે. નક્કર કામ કોઇ થયું જ નથી એમ દાવના મોતી મહોલ્લાના રહેવાસી લતીફે જણાવ્યું હતું.

અન્ય એક દાલ વિસ્તારના રહેવાસી અમીન અહેમહદ લાગુ કહે છે કે આ પ્રોજેકટના કારણે અમારી સ્થિતિ બદતર બની છે. અમે સદીઓથી અહીં માલિકી હકક ધરાવીએ છીએ પણ અમે અત્યારે અમારૂ મકાન ન બનાવી શકીએ છીએ, ન તેની મરામત કરાવી શકીએ છીએ. તેના કહેવા અનુસાર અમારૂ અહીં કોઇ ભવિષ્ય નથી કે નથી સરકાર અમારા માટે કંઇ કરતી અમે જયારે અમારા મકાનના બાંધકામ કે મરામત માટે એલ.એ. ડબલ્યુડીએ (લેક એન્ડ વોટર ડેવલપમેન્ટ ઓથોરીટી) પાસે પરવાનગી માગીએ છીએ ત્યારે લે મળતી નથી. અમારે પછી તે કામ પરવાનગી વગર કરવું પડે છે. બીજુ તો અમે શું કરી શકીએ. તંત્ર અહીંના લોકો અમે દબાણ અને હાલ સરોવરને પ્રદુષિત કરવાનો આક્ષેપ કરે છે ત્યારે અહીંના લોકો તંત્ર, રાજકીય પક્ષો અને સરકાર સામે ભ્રષ્ટાચાર, ધામધમકી અને હિંસાના આક્ષેપો મુકે છે.

ઓફીશ્યલ રેકોર્ડ પ્રમાણે ૧૯૮૬માં થયેલા એક સર્વેમાં રપ૩ર બાંધકામોને સ્થળાંતર માટે નકકી કરાયા હતા અને ર૦૦૩માં તેમાં ૬૩૧નો વધારો થયો હતો. જેમાંથી રાખી અર્થ કોલોનીના ૪ર૮ બાંધકામો સહિત ૬૧પ બાંધકામો અલગઅલગ ૮ કોલોનીમાં ફાળવાયા હતા. જો કે ૧૯૮૬ના સર્વેને ધ્યાનમાં લેવામાં આવે તો પણ હજી પ૦૧૬ કુટુંબોને સ્થળાંતર કરવાના બાકી છે તેવું એલ.એ. ડબલ્યુ ડી.એ. નું કહેવું છે.

(3:59 pm IST)
  • આસામમાં રાજ્યસભાની ટીકીટ રામ વિલાસ પાસવાનને ન આપી:ભાજપએ આસામમાં રાજ્યસભાની ટીકીટ કામાખ્યા પ્રસાદ તાસાને આપી છે. એવું મનાતું હતું કે અહીંથી રામ વિલાસ પાસવાનને ટીકીટ આપવામાં આવશે. access_time 9:51 pm IST

  • મમતા બેનર્જીની મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવાની ઓફર માત્ર નાટક છે :ભાજપ નેતા મુકુલ રોયે કહ્યું કે મુખ્યમંત્રીપદ છોડવાની વાત માત્ર નાટકબાજી છે :મમતા બેનર્જી ક્યારેય મુખ્યમંત્રી પદ છોડશે નહીં :મુકુલ રોયે એમ પણ કહ્યું કે મમતા બેનર્જીને સતાનો આનંદ લેવાની લાલસા છે access_time 1:21 am IST

  • યુપીમાં કોંગ્રેસના ૬૭ માંથી ૬૩ ઉમેદવારોએ ડિપોઝીટ ગુમાવી ઉત્તર પ્રદેશ લોકસભામાં કૉંગ્રેસે લડાવેલ ૬૭ ઉમેદવારમાંથી ૬૩ ઉમેદવારે ડિપોઝિટ ગુમાવી છે. કુલ પડેલ મતના ૧૬.૬૭ ટકા કરતા ઓછા મત મેળવનાર ઉમેદવાર ડિપોઝિટ ગુમાવે તેવી જોગવાઈ છે. access_time 9:51 pm IST