Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

૧ અઠવાડીયામાં હિમાલય 'સર' કરવા ગયેલા ૧૮ પર્વતારોહકોએ જીવ ગુમાવ્યા

માઉન્ટ એવરેસ્ટ પર એક આઇરિશ અને એક બ્રિટિશ પર્વતારોહની મૃત્યુથી વિશ્વની સૌથી ઊંચી શિખર પર ચઢાવવાનો પ્રયાસ કરનારાઓના મૃત્યુની સંખ્યા વધીને એક અઠવાડિયામાં ૧૮ થઇ છે. પર્વતારોહણ અભિયાનના આયોજકોએ શનિવારને આ માહિતી આપી. અધિકારીઓનું કહેવું છે કે મોટાભાગના પર્વતારોહકોની મૃત્યુ થાક, નબળાઈ અને આ મુશ્કેલ રુટ પર પર્વતારોહકોની વધતી સંખ્યાને લીધે થાય છે.

બ્રિટીશ પર્વતરોહી રોબિન ફિશેર શનિવારે શિખર પર પહોંચ્યા, પરંતુ ઢાળથી માત્ર ૧૫૦ મીટર નીચે ઉતરતા તેઓ પડી ગયા હતા. એવરેસ્ટ પરિવાર એકસપિડશનના મૂરરી શર્માએ કહ્યું, અમારા માર્ગદર્શકોએ મદદ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ ફિશરનું મૃત્યુ થયું. એવરેસ્ટ પર ભારતના ૪ અને અમેરિકા, ઓસ્ટે્રલીયા અને નેપાળના એક-એક પર્વતરોહીનું મૃત્યુ છેલ્લા એક અઠવાડિયામાં થયું છે.

ઉપરાંત એક આઇરિશ પર્વતરોહીનું મૃત્યુ થયું. ત્યાં એવરેસ્ટ પર લાગેલા જામના ફોટોઓ સોશિયલ મીડિયા પર વાયરલ બનવાથી પર્વતારોહકોની સુરક્ષા પણ પ્રશ્નો ઊભા થાય છે. ઉલ્લેખનીય છે કે વિશ્વની સૌથી ઊંચી પર્વતની ટોચ પર માઉન્ટ એવરસ્ટે છેલ્લા દિવસોમાં 'ટ્રાફીક જામ' જેવી સ્થિતિ જોવા મળી હતી કારણ કે ૨૦૦ થી વધુ પર્વતારોહકોએ શિખર પર પહોંચવાનો પ્રયત્ન કર્યો હતો.

મીડિયા માં એક સમાચારમાં દાવો કરવામા આવ્યો છે કે ઘણાં દેશોના પ્રર્વતારોહી આ અઠવાડિયે મળસ્કે કેમ્પ-૪ પહોંચ્યા હતા અને તેમણે ફરિયાદ કરી હતી તેઓઓ ૮૮૪૮ મીટરની સૌથી ઊંચી સપાટી પપ બોંચવનામાં પોતાના સમય કરતા ૨ કલાક વદ્યારે સમય લેવો પડ્યો હતો.

(3:58 pm IST)