Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

રમઝાન દરમિયાન મુસ્લિમોની સુરક્ષામાં મુંબઇ પોલીસ અડગ

શ્રી લંકા અને ન્યુઝીલેન્ડની ઘટના બાદ લેવાયેલો નિર્ણય

મુંબઇઃ તા.૨૭,મુંબઈ પોલીસ દેશની આર્થિક રાજધાનીમાં કોઈ પણ ધર્મના લોકો માટે કોઈ મુશ્કેલી ઉભી થાય નહીં તે માટે દિવસ-રાત પ્રયાસમાં છે. આ માટે પોલીસ અહીં મુસ્લિમ સમૂદાયના લોકોને મળી રહી છે અને તેમને વૈશ્વિક આતંકવાદી બનાવો બાદ સુરક્ષા આપી રહી છે. પોલીસ આ દરમિયાન એ પણ પ્રચાર કરી રહી છે કે આંતરરાષ્ટ્રીય આતંકવાદી પ્રવૃત્ત્િ।ઓમાં ભારતીય મુસ્લિમોની ભાગીદારી નહિંવત છે.

 તાજેતરમાં વૈશ્વિક સ્તરે શ્રીલંકા અને ન્યુઝીલેન્ડમાં બે મોટા બનાવો થયા છે. આ દ્યટનામાં ન્યુઝીલેન્ડની બે મસ્જિદ પર હુમલો થયો હતો જેમાં ૫૧ લોકોના મોત થયા હતા. શ્રીલંકામાં ઇસ્ટરના દિવસે થયેલા આતંકવાદી હુમલામાં ૨૫૮ના મોત થયા હતા. મુંબઇ પોલીસ આ ઘટના બાદ મુસ્લિમ સમૂદાયના લોકો સાથે મળીને વાતચીત કરી રહી છે અને તેમને તેમની સુરક્ષાનો સંપૂર્ણ વિશ્વાસ અપાવી રહી છે.

 મુંબઇ પોલીસના અધિકારીઓના જણાવ્યા મુજબ શ્રીલંકા અને ન્યુઝીલેન્ડની ઘટનાઓ બાદ અમે મૌલાના સાથે જુમ્માની નમાઝ દરમિયાન પોતાના ધર્મના લોકોથી શાંતિની અપીલ કરવાની વાત કરી હતી. મુંબઈ પોલીસના મોટા અધિકારી ઇફ્તાર પાર્ટી દરમિયાન મુસ્લિમ નેતાઓને મળે છે અને તેમને સુરક્ષા વ્યવસ્થાનો સંપૂર્ણ વિશ્વાસ અપાવે છે.અગાઉ ગયા વર્ષે ડિસેમ્બરમાં દેશના તમામ રાજયો અને કેન્દ્રશાસિત પ્રદેશોના આઇજી અને ડીઆઈજીની બેઠક મળી હતી. જેમાં દ્યણી સૂચનાઓ આપવામાં આવી હતી કે કેવી રીતે કટ્ટરતાને ફેલાવવાથી અટકાવી શકાય.

(3:55 pm IST)