Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

બ્રિટીશ વડાપ્રધાન બનવા ૭ મુરતીયા આતુર છે

  લંડનઃ બ્રિટનના વડા પ્રધાન પદેથી થેરેસા મે સાતમી જૂને રાજીનામું આપશે ત્યાર પછી તેમની જગ્યાએ આવવા માટે અત્યાર થીજ સ્પર્ધા શરૂ થઇ ગઇ છે અને શાસક કન્ઝર્વેટિવ પક્ષમાં ખેંચાખેંચ શરૂ થઇ ચૂકી છે.

ચાલુ સપ્તાહની શરૂઆતમાં મે એ રાજીનામાની જાહેરાત કરી હતી પરંતુ અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની યુકેની ત્રણ દિવસની મુલાકાત પછી સાતમી જૂને તેઓ હોદ્દાનો તેમજ ટોરી નેતા કરીતેનો ત્યાગ કરશે.

આમ તો દસમી જૂને જ નવા નેતાની પસંદગી કરાશે, પરંતુ અત્યાર થીજ સંભવિત નેતાઓએ લોબીંગ શરૂ કરી દીધું હતું.

પૂર્વ વિદેશ મંત્રી અને બ્રેકિઝટયર બોરિસ જોન્સન મેની જગ્યાએ આવનાર સૌથી આગળ હોવાનું મનાય છે, પરંતુ છતાં આ સ્પર્ધા ખૂબ રોચક બની રહેશે. સાત અન્ય સાંસદો પણ વડા પ્રધાન બનવાની રેસમાં છે. છેલ્લે છેલ્લે બ્રિટનના પર્યાવરણ મંત્રી મિકાઇલ ગોવેએ પણ રેસમાં ઉતરવાની જાહેરાત કરી દીધી હતી.

 'હું એટલું કહી શકું છું કે બ્રિટનના વડા પ્રધાનપદ માટે મેં પણ મારી ઉમેદવારી જાહેર કરી હતી.મને વિશ્વાસ છે કે હું કન્ઝર્વેટિવ અને યુનિયન પાર્ટીને ભેગી કરી શકીશ. બ્રેકિઝટ આપીશ અને આ મહાન દેશનું નેતૃત્વ કરીશ'એમ લંડનમાં પોતાના ઘરની બહાર તેમણે પત્રકારોને કહ્યું હતું.

ગોવેનો નિર્ણય ૨૦૧૬ની નેતૃત્વની સ્પર્ધાનો જ હિસ્સો છે જયારે તેમની પર જોનસનને આપેલો ટેકો પાછો ખેંચી લેવાનો અને પોતે જ સ્પર્ધામાં આવી ગયાનો આરોપ મૂકાયો હતો. પરિણામે જોનસને પણ ઉમેદવારી પરત ખેંચી લીધી હતી અને ગોવ ખૂદ પણ હારી ગયા હતા.

(3:54 pm IST)