Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

ઉદયપુરમાં એક કાર્યક્રમમાં કર્યુ સંબોધન

રામનું કામ તો થઇને રહેશેઃ મોહન ભાગવત

ભારતનું મહાશકિત બનવું બાકી દેશોના મહાશકિત બનવાથી અલગ રહેશે

લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ જીત બાદ રાષ્ટ્રીય સ્વયં સેવક (RSS) પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન આવ્યું છે. તેમણે સંઘના એક કાર્યક્રમમાં કહ્યું કે રામનું કામ કરવાનું છે અને રામનું કામ થઇને રહેશે. તેમણે કહ્યું કે તેના પર નજર પણ રાખવી પડશે. મોહન ભાગવતના આ નિવેદનથી અંદાજો નીકળી રહ્યો છે કે તેઓ અયોધ્યામાં રામ મંદિરની વાત કરી રહ્યા છે. જો કે તેમણે તેની સ્પષ્ટતા કરી નથી.

ઉદયપુરમાં ચાલી રહેલ સંદ્ય શિક્ષણ વર્ગ (દ્વિતીય વર્ષ) ટ્રેનિંગ દરમ્યાન મંચ પરથી સંબોધિત કરતાં ભાગવતે કહ્યું કે રામનું કામ કરવાનું છે અને રામનું કામ થઇને રહેશે. રામનું કામ કરવાનું છે તો પોતાનું કામ કરવાનું છે. પોતાનું કામ જાતે કરીશું તો ઠીક થાય છે. સોંપીએ છીએ તો કોઇને નજર રાખવી પડે છે. ભાગવત પહેલાં મોરારી બાપુ એ કહ્યું હતું કે રામનું કામ બધાને કરવાનું છે. તેને જોડતા ભાગવતે કહ્યું કે રામનું કામ થઇને રહેશે.

ઉદયપુરમાં ચાલી રહેલા કાર્યક્રમમાં ભાગવત ચાર દિવસ સુધી ભાગ લેશે. આ શિબિરમાં સંઘના લગભગ ૩૦૦ સ્વયંસેવક ભાગ લઇ રહ્યા છે. આપને જણાવી દઇએ કે આરએસએસ લોકસભા ચૂંટણી પહેલા પણ ભાજપ સરકાર પર રામ મંદિરને લઇને નારાજગી વ્યકત કરી ચૂકયા છે. આની પહેલાં એક આરએસએસ નેતા એ ભાગવતના હવાલાથી કહ્યું હતું કે સંઘ લોકસભા ચૂંટણી રામ મંદિર નિર્માણ શરૂ કરી દેશે, પછી કેન્દ્રમાં કોપણ પાર્ટીની સરકાર બને.

આરએસએસ-વીએચપીએ અધ્યાદેશ લાવાની કરી હતી માંગણી  વડાપ્રધાન નરેન્દ્ર મોદી રામ મંદિરના કેસમાં કહી ચૂકયા છે કે જયાં સુધી સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતો નથી ત્યાં સુધી કોઇ અન્ય વિકલ્પ પર વિચાર કરાશે નહીં. આની પહેલાં આરએસએસ અને વીએચપી એ માંગણી કરી હતી કે કેન્દ્ર સરકાર સાંસદમાં અધ્યાદેશ લાવીને રામ મંદિર નિર્માણનો માર્ગ પ્રશસ્ત કરે

(1:18 pm IST)