Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

કેનેડાથી ગેરકાયદે વિદેશી નાગરિકોને અમેરિકામાં ઘુસાડવાના આરોપસર ભારતીય મૂળના જાવંત સિંહની ધરપકડ

ન્યુયોર્ક : 2200 ડોલર લઈને કેનેડાથી 2 ગેરકાયદે વિદેશી નાગરિકોને અમેરિકામાં ઘુસાડવા બદલ સિક્યુરિટી ફોર્સએ ભારતીય મૂળના 30 વર્ષીય જાવંત સિંહની ધરપકડ કરી છે.તેને ગુરુવારે ન્યુયોર્ક કોર્ટમાં રજુ કરાતા કોર્ટએ જેલમાં ધકેલવાનો હુકમ કર્યો હોવાનું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(12:54 pm IST)
  • મરિયમ નવાઝની નિયુક્તિનીને પડકારતી અરજીનો ચૂંટણી આયોગે કર્યો સ્વીકાર :પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ ના ઉપાધ્યક્ષ તરીકે મરિયમ નવાઝની નિયુક્તિની અરજી સ્વીકારતા નવાઝ પરિવારને મોટો ફટકો :અરજીમાં પૂર્વ પીએમ નવાઝ શરીફની પુત્રી મરિયમને પાર્ટીના કોઈપણ પદને સંભાળવા માટે અયોગ્ય ગણાવાઈ છે :સત્તારૂઢ પીટીઆઈના સભ્ય દ્વારા દાખલ અરજી પર મુખ્ય ચૂંટણી આયોગની અધ્યક્ષતામાં ત્રણ સભ્યોની પીઠે સુનાવણી દરમિયાન મરિયમને જવાબ આપવા નોટિસ મોકલી access_time 1:21 am IST

  • મોદીના કાર્યકાળના હવે પછીના ૫ વર્ષમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થઇ જશે : BSCના CEO આશીષ ચૌહાણની ભવિષ્યવાણીઃ તેમણે કહ્યું છે કે ૧૯૭૯ થી રોકાણકારોને પ૭૦ -૬૦૦ ગણુ રિટર્ન પ્રાપ્ત થયું છેઃ હવે પછીના પ વર્ષોમાં સેન્સેકસ ૬૦,૦૦૦ થાય તો નવાઇ નહિ જો ગ્રોથ ૭.પ થી ૮ ટકાથી વધુ રહે તો ઇન્ડેક્ષ ૧૦ ટકાએ વધશે જો તમે સીમ્પ્લ બેઝીઝ પર મલ્ટીપ્લાય કરો તો આપણી પાસે પ૦ ટકા રહેઃ તેથી ૬૦,૦૦૦ શકય છેઃ સરકાર ઇન્ફ્રા. ક્ષેત્રે વધુ રોકાણ કરશે અને રોજગારીની તકો પણ વધારશે જેથી વિકાસ થશે. access_time 4:14 pm IST

  • સુરતમાં કોંગ્રેસના નેતા હાર્દિક પટેલ કરશે ધરણા પ્રદર્શન : સરથાણા જકાતનાકા વિસ્તારમાં હાર્દિકની થઈ અટકાયત : તેની ગાડી પોલીસ દ્વારા ઘેરવામાં આવી access_time 1:16 pm IST