Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દાઉદી વ્હોરા સમાજ દ્વારા લયલતુલ કદર જાગરણ રાતમાં નમાઝ પઢીને દુઆઓ કરી

ગઈકાલે રમજાનની ૨૩મી રાત લયલતુલ કદર (જાગરણ રાત)ની નમાઝ થઈઃ ડો.સૈયદના સાહેબે મુંબઈમાં દુઆ કરીઃ દુનિયાભરમાં જીવંત પ્રસારણ

રાજકોટઃ વિશ્વભરના લાખો દાઉદી વ્હોરા સમાજ દ્વારા પવિત્ર રમજાન માસની ૨૩મી રાત્રે લયલતુલ કદર (જાગરણ રાત) (ગઈકાલ રવિવાર) હતી. આ રાતમાં દાઉદી વ્હોરા સમાજનાં લોકો પોતાની મસ્જીદોમાં જઈ આખી રાત ઈબાદત કરેલ હતીે રાજકોટમાં પવિત્ર રમજાન માસમાં કુલ ૧૫ જગ્યાએ નમાઝ થાય છે. જેમાં નૂરમસ્જીદમાં જનાબ આમીલ સાહેબ મુસ્તફાભાઈ સાહેબ વજીહોએ નમાઝ પઢાવેલ હતી. આ ઉપરાંત ૧૪ મસ્જીદ તથા મરકઝ, નજમી મસ્જીદ, બુરહાનીયા મસ્જીદ, બદરી મસ્જીદ, કુત્બી મસ્જીદ, એ-વન કેટરર્સ, મોહંમદી રેસીડેન્સી, તાહેબી મહોલ્લા, અમાકીન, ઈઝઝી મોહલ્લા, અમાકીન, ઈઝઝી મોહલ્લા, મોહંમદી બાગમાં ત્યાના સાહેબોએ નમાઝ પઢાવેલ હતી. વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ધર્મગુરૂ હીઝ હોલીનેશ ડો.સૈયદના વ મૌલાના અબુ જાઅફરૂસ્સાદીક આલીકદર મુફદ્દલ સૈફુદ્દીન સાહેબ (ત.ઉ.શ.)એ આ રાતમાં મુંબઈમાં જે દુઆઓ કરેલ હતી. તેનું વિશ્વભરમાં લાઈવ ઓડિય વિડીયો દ્વારા પ્રસારણ કરવામાં આવેલ હતું. જેની સૌને આ અઝીમ બરકત મળેલ હતી. આ ઉપરાંત ૫૧માં દાઈ સૈયદના તાહેર સૈફુદીન સાહેબ (રી.અ.) તેમજ ૫૨ માં દાઈ સૈયેદના અબુલ કાઈદ જોહર મોહંમદ બુરહાનુદ્દીન મૌલાના પણ (વસીલા) દુઆઓ કરેલ તે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજને નશીબ થયેલ હતું. ૫૩માં દાઈ સૈયેદના (ત.ઉ.શ.)ને તેમના ૭૬માં મિલાદ (જન્મદિવસ) પ્રસંગેની મુબારક બાદીની તહેનીયત અરઝ કરેલ હતી અને તેમના હકમાં દુઆઓ કરેલ હતી. તેમ શેખ યુસુફઅલી જોહર કાર્ડસ વાલાએ ઉપર યાદીમાં જણાવ્યું હતું.

(11:39 am IST)