Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

નવી ટીમ સાથે ૨૦૨૪ની તૈયારી કરશે પીએમ મોદી

કોંગ્રેસ જ નહીં, ત્રીજા મોર્ચાને પણ માત આપવાની તૈયારી: રાજગના અંદરના દળોને પણ ટીમમાં સામેલ કરવાની યોજના

નવી દિલ્હી, તા.૨૭: પ્રચંડ બહુમતથી બીજી વાર સત્ત્।ામાં વાપસી કરનાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની નવી ટીમ દ્વારા ૨૦૨૪ની  તૈયારીઓની ઝલક આપશે. નવી કેબિનેટને પક્ષની યોજના તમજ પક્ષનો વિસ્તાર જ નહીં પરંતુ કોંગ્રેસને છેલ્લે સુધી નબળી બનાવા અને ત્રીજા મોર્ચાની વધેલી જમીનને ખતમ કરવાની છે. આ ઉપરાંત પક્ષ પૂર્વોત્ત્।રમાં ભવિષ્યમાં ખુદને અજેય બનાવા માંગે છે. આ રણનીતિ હેઠળ નવી કેબિનેટમાં એનડીએની અંદર કેટલાક પક્ષોને સામેલ કરવાની શકયતા શોધવામાં આવી રહી છે.

 નવી ટીમ દ્વારા પક્ષના વિસ્તારની યોજના અંગે વરિષ્ઠ સૂત્રોનું કહેવું છે કે ૨૦૧૯માં પક્ષને તટીય રાજુઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતુ. તેમાં પશ્યિમ બંગાળમાં ભવ્ય તો ઓડિશામાં સંતોષ કરવા લાયક સફળતા મળી આવતી ચૂંટણી અંતે ફોકસ આ બે રાજયોમાં

સ્થિતિને વધુ મજબૂત કરવાની સાથે દક્ષિણી રાજયો ખાસ કરીને કેરળ અને તામિલનાડુમાં સંભાવના સંશોધન કરાશે. એવામાં પહેલાની ટીમે સામેલ રહેલા આ રાજયો સાથે જોડાયેલા ચહેરાને વધુ એક મોકો મળશે.

 પક્ષની યોજના આવતી ચૂંટણી સુધી કોંગ્રેસની સાથે સાથે ત્રીજા મોર્ચાની સંભાવનાઓને ખત્મ કરવાની છે. પ્રયત્નો થઇ રહ્યા છે કે નવી ટીમમાં શરૂઆતથી જ એનડીએ અને યુપીએની અંદર દળોને સામેલ કરવામાં આવે. હાલમાં ટીઆરએસ, વાઈએસઆર, કોંગ્રેસ સાથે વાતચીત થઇ રહી છે. જોકે આ દળ અત્યારે ના માન્યા તો ભવિષ્યમાં તેના માટે પ્રયત્નો કરવામાં આવશે. પક્ષના રણનીતિકારોનું માનવું છે કે કેટલાક મહત્વના ગેર કોંગ્રેસી દળોને સાધવામાં આવતી ચૂંટણીમાં ત્રીજા મોરચાની સંભાવના ખતમ થઇ જશે.

 ભલે તામિલનાડુમાં એનડીએને ફકત એક સીટ મળી છે. પરંતુ રાજયને પ્રતિનિધિત્વ મળી શકે છે. જોકે એક અપવાદ છોડી આપવામાં આવે તો દાયકાથી રાજયમાં દરેક લોકસભા ચૂંટણીમાં પરિવર્તન થયો છે. એવામાં ૨૦૨૪માં જીતનો નંબર અન્નાદ્રમૂકનો હશે. એવામાં શીર્ષ નેતા આ મુદ્દ્દા પર વિચારમાં લાગેલા છે કે મોદીની નવી ટીમમાં અન્નાદ્રમુકને પ્રતિનિધિત્વ આપવામાં આવે અથવા તો કેટલાક સમય સુધી રાહ જોવામાં આવે.

(11:39 am IST)