Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

સંયુકત પરિવારમાં દિયર પાસે પણ માગી શકાય ભરણ પોષણ

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો

નવી દિલ્હી તા. ર૭ :.. સુપ્રીમે એક ચુકાદામાં કહયું છે કે ઘરેલું હિંસા કાયદા હેઠળ સંયુકત પરિવારમાં દિયરને પણ વિધવા મહિલાને ભરણ પોષણ આપવાનો હુકમ આપી શકાય છે.

જસ્ટીસ ડી. વાય. ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચે ચુકાદામાં કહયું છે કે ફરીયાદ કર્તા મહિલા સાથે સંયુકત પરિવારમાં રહેતા વ્યસ્ક પુરૂષને કોઇ છૂટ ન મળે. કોર્ટે કહયું કે કાયદાની કલમ (ર કયુ) કહે છે કે આમાં પ્રતિવાદીનો અર્થ ફરીયાદ કર્તા સાથે સંયુકત કુટુંબમાં રહેનાર કોઇપણ વયસ્ક પુરૂષ થશે. પીડિતા પત્ની અથવા વિવાહીત મહિલા પતિના સગાઓ સામે ફરીયાદ કરી શકે છે.

બેંચે કહયું કે કલમ ર (એફ) ઘરેલુ સંબંધોને પરિભાષિત કરે છે. તેના અનુસાર, જયાં બે વ્યકિત એક સહિયારા ઘરમાં કયારેય પણ રહ્યા હોય અથવા રહેતા હોય અને જે સંબંધ લગ્ન વિષયક હોય અથવા લગ્ન જેવા સંબંધનો હોય, દતક હોય કે સંયુકત કુટુંબનો સભ્ય હોય તે બધા આમાં જ ગણાય. આ બધી જોગવાઇ સ્પષ્ટ પણે કહે છે કે મહિલાને સંરક્ષણ મળવું જોઇએ.આમ કહીને કોર્ટે નીચલી અદાલત દ્વારા દિયરેભાઇની પત્નીને અને બાળકને ભરણ પોષણ ચુકવવાના અપાયેલ આદેશને મંજૂર રાખ્યો હતો. દિયરની દલીલ હતી કે તે ભરણ પોષણ આપવા માટે લાયક નથી. તે કોર્ટે ફગાવી દીધી હતી. કોર્ટે કહયું કે દિયરે ભાભીને ૪૦૦૦ રૂપિયા  અને ર૦૦૦ રૂપિયા ભત્રીજીને ભરણ પોષણ માટે આપવાના રહેશે અને અત્યાર સુધીનું બાકી ભથ્થું દિયરે ચાર મહિનામાં ચુકવી આપવું.

ફરીયાદ કર્તા મહિલા અને તેનો પતિ પાણીપતમાં સંયુકત કુટુંબમાં રહેતા હતાં. બે ભાઇઓની સંયુકત રીતે કરીયાણાની દુકાન હતી જેમાંથી બન્ને ત્રીસ ત્રીસ હાજર કમાતા હતાં. પતિના મૃત્યુ પછી મહિલાએ ઘરેલુ હિંસા કાયદા હેઠળ ફરીયાદ કરી હતી કે તેને અને તેની પુત્રીને ઘરમાં નથી રહેવા દેવાતા ત્યાર પછી કોર્ટે આ ચુકાદો આપ્યો હતો.

(11:11 am IST)