Gujarati News

Gujarati News

News of Monday, 27th May 2019

દુનિયાનું પહેલું સુપર 5G સિમઃ 128 GB સ્ટોરેજ કેપેસિટી

ચીનની ટેલિકોમ કંપનીએ બનાવ્યું સિમ

નવી દિલ્હીઃ મોટાભાગે હાલના સમયમાં દરેક મોબાઈલમાં 4G LTE સિમ કાર્ડ્સનો જ ઉપયોગ કરવામાં આવે છે. જે ૧૨૮/૨૫૬ KB સુધીની સ્ટોરેજ આપે છે. જેમાં કેટલાકમાં SMS અને કોન્ટેકટ્સ સ્ટોર કરી શકાય છે. હવે ચીનના ટેલિકોમ પ્રોવાઈડર China Unicom એ Ziguang ગ્રુપ સાથે મળીને એક સુપર 5G સિમ કાર્ડ લોન્ચ કર્યું છે. જે એક 1G  સુધી સ્ટોરેજ ઓફર કરે છે

દુનિયાના પહેલા સુપર 5G સિમ કાર્ડમાં અલગ અલગ સ્ટોરેજ ઓપ્શન્સ મળે છે. આ સિમ 32GB, 64GB અને 128GB સ્ટોરેજ સાથે અવેલેબલ હશે. કંપનીનું કહેવું છે કે આ સિમને ટૂંક સમયમાં જ 512GB અને 1TB સ્ટોરેજ ઓપ્શન્સ સાથે લોન્ચ કરવામાં આવશે.

આ સિમ એન્ટરપ્રાઈઝ-ગ્રેડ ઈન્ક્રિપ્શન સિસ્ટમથી સજ્જ છે. જેથી યુઝરને એડિશનલ ડેટા પ્રોટેકશન પણ મળશે. કંપનીના જણાવ્યાનુસાર આ સિમમાં વિડીયો, મ્યૂઝિક અને કોઈપણ મોટી ફાઈલ્સ પણ સ્ટોર થશે. હાલ આ સુપર 5G સિમની ઉપલબ્ધતા અને કિંમત વિશે કોઈ જ જાણકારી સામે આવી નથી. ચીનની કંપની ચાઈના યુનિકોમ 5G  નેટવર્ક ઓકટોબર ૨૦૧૯ સુધી લોન્ચ કરશે. આ સિમ વર્ષના અંત સુધીમાં લોન્ચ થઈ શકે છે.

નોંધનીય છે કે આ સુપર 5G સિમ દરેક હેન્ડસેટ્સ સાથે મેચ નહીં થાય. આ માટે સ્માર્ટફોનમાં 5G કનેકિટવિટી સપોર્ટ હોવું જરુરી છે. એવું માનવામાં આવે છે કે આ સુપર 5G સિમ ચીનમાં સફળ રહેશે તો ભારતમાં આ રીતની ટેકનીક જોવા મળી શકે છે

(10:10 am IST)