Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

શેરબજારમાં ૮ પરિબળોની સીધી અસર રહેવાના સંકેત : નવી આશા

ક્રૂડની કિંમત, રૂપિયાની ચાલ જેવા પરિબળોની અસર પણ દેખાશે : એફ એન્ડ ઓની પૂર્ણાહૂતિ, જીડીપીના ડેટા, કમાણીના આંકાડા, ઓટો શેરની અસર બજારમાં જોવા મળે તેવી સંભાવનાઓ : કારોબારીઓની નજર કેન્દ્રિત

મુંબઇ,તા. ૨૭ : શેરબજારમાં આવતીકાલથી શરૂ થતાં નવા કારોબારી સેશનમાં આઠ પરિબળોની સીધી અસર જોવા મળી શકે છે. જે આઠ પરિબળોની અસર રહેનાર છે તેમાં વિદેશી પરિબળોનો પણ સમાવેશ થાય છે. જીડીપી ડેટા, કમાણીના આંકડા, એફએન્ડઓ પૂર્ણાહૂતિ, ડોલર સામે રૂપિયાની ચાલ, ઓટો શેરના આંકડા, માઇક્રો ડેટા જેવા પરિબળોની અસર બજાર ઉપર થનાર છે. આ ઉપરાંત અમેરિકી જોબ ડેટાના આંકડાની પણ અસર જોવા મળશે. જીડીપીના ડેટા જાન્યુઆરી અને માર્ચના ગાળા માટે ૩૧મી મેના દિવસે જારી કરવામાં આવનાર છે. ભારતનો જીડીપી દર ઇન્ડસ્ટ્રીયલ પ્રવૃત્તિમાં તેજીના લીધે ત્રીજા ત્રિમાસિક ગાળામાં ૭.૨ ટકા રહ્યો હતો.

(8:25 pm IST)