Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

લવ જિહાદ અને હિન્દુઓની રક્ષા માટે બજરંગ દળના કાર્યકર્તાઓને અપાઈ છે હથિયાર ચલાવવાની ટ્રેનિંગ

ભોપાલ :રાષ્ટ્ર વિરોધી તાકાતો,લવ જેહાદ અને હિદ્નુઓની રક્ષા માટે બજરંગદળના કાર્યકર્તાઓને હથિયાર ચલાવવાની ટ્રેનિંગ અપાઈ રહી છે મધ્યપ્રદેશના રાજગઢમાં બજરંગ દળ દ્વારા એક ટ્રેનિંગ કેમ્પ શરૂ કરાયો છે, જેમાં કાર્યકર્તાઓને વિવિધ હથિયારો ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ પાછળ કારણ જણાવતા બજરંગ દળના નેતાઓનું કહેવું છે કે પોતાના કાર્યકર્તાઓને કથિત રીતે હિન્દુઓની રક્ષા અને લવ જિહાદ રોકવા માટે હથિયારની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

 બજરંગ દળના જિલ્લા સંયોજક દેવી સિંહ સોંધિયાએ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે આ એક કાયમી શિબિર જ છે, જે અમે દર વર્ષે તેનું આયોજન કરીએ છીએ. સોંધિયાએ કહ્યું કે ટ્રેનિંગ કેમ્પનો ઉદ્દેશ્ય રાષ્ટ્ર વિરોધી શક્તિઓ અને લવ જેહાદ તત્વો સામે લડવાનો છે. દેશમાં હિન્દુત્વની રક્ષા માટે લડવા માટે કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.

    અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યકર્તાઓને ટ્રેનિંગ આપવાનો આ કિસ્સો પ્રથમવાર નથી બન્યો, અગાઉ પણ 2016માં બજરંગદળે અયોધ્યામાં એક ટ્રેનિંગ કેમ્પનું આયોજન કર્યું હતું જેમાં કાર્યકર્તાઓને બંદૂક ચલાવવાથી લઇને તલવાર અને લાકડી ચલાવવાની ટ્રેનિંગ આપવામાં આવી હતી.

(7:18 pm IST)