Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

મહારષ્ટ્રમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિરાટ કોહલી છવાયો

રામલિંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચપદના ઉમેદવારે જાહેરાત કરી એક વિરાટ રેલીમાં પ્રચાર કરશે પરંતુ વિરાટ નહીં પણ તેનો હમશકલ આવ્યો

મહારાષ્ટ્રની ગ્રામ પંચાયતની  ચૂંટણીમાં ભારતીય ક્રિકેટ ટીમનો સુકાની વિરાટ કોહલી છવાયો હતો અને મતદાતાઓ તેના નામ પાર ભારે પ્રભાવિત જોવા મળ્યા હતા જોકે આખરી સમયે વિરાટને બદલે વિરાટ કોહલીનો હમશકલ જોવા મળતા મતદાતાઓ નિરાશ થયાં હતા
   મહારાષ્ટ્રના રામલિંગ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદના ઉમેદવાર વિઠ્ઠલ ગણપત ઘાવટેએ પોતાના ચૂંટણી પ્રચાર માટે જે બેનર છપાવ્યા,હતા  તેના પર ભારતીય ક્રિકેટર વિરાટ કોહલીનો ફોટો લગાવીને લખ્યું કે વિરાટ તેમના માટે રેલીમાં પ્રચાર કરશે. સમય પર જ્યારે તે લોકો રેલીમાં ગયા તો ત્યાં વિરાટ કોહલી નહીં, તેમનો હમશકલ જોવા મળ્યો. આ કારણે તેઓ ટ્વીટર પર ટ્રોલ થયા હતા.

(7:48 pm IST)