Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વે અને દિલ્હી-મેરઠ વેનું આખરે લોકાર્પણ

સામાન્ય લોકોને ટ્રાફિકની સમસ્યામાંથી મુક્તિ મળશે : ઇસ્ટર્ન એક્સપ્રેસ વે ખુલી જવાથી આશરે બે લાખ વાહનોને દરરોજ દિલ્હીમાં પ્રવેશવાની જરૂર નહીં પડે : દિલ્હી-મેરઠ માત્ર ૪૦ મિનિટમાં પહોંચી શકાશે

બાગપત, તા.૨૭ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે બે આધુનિક એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ બે એક્સપ્રેસ વે રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા બાદ લોકોના જીવન ધોરણમાં જોરદાર સુધારો થનાર છે. તેમના કિંમતી સમયને ઉલ્લેખનીયરીતે બચાવી શકાશે. મોદીએ આ પ્રસંગે દાવો કર્યો હતો કે, ભાવિ ભારત કયા પ્રકારનું રહેશે તેનું એક આ સેમ્પલ તરીકે છે. સમયનું મહત્વ કેટલું છે તે બાબતને દિલ્હીના લોકો ખુબ સારી રીતે સમઝે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના નવ કિલોમીટરના પ્રથમ ખંડનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ આ ગાળા દરમિયાન પ્રોજેક્ટના સંદર્ભમાં માહિતી પણ આપી હતી. મોડેથી મોદીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની સાથે મળીને ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદઘાટન કરવામાં આવ્યા બાદ લોકોના કિંમતી સમયને બચાવી શકાશે. ૧૩૫ કિલોમીટર લાંબા આ એક્સપ્રેસ વેનો માર્ગ પલવલ, ગાઝિયાબાદ અને નોઇડાને સીધીરીતે જોડશે. હજુ સુધી ઉત્તરપ્રદેશથી હરિયાણા અને હરિયાણાથી ઉત્તરપ્રદેશ જનાર આશરે બે લાખ વાહનોને દરરોજ દિલ્હીમાંથી પસાર થવાની ફરજ પડે છે. એક્સપ્રેસ વે બની ગયા બાદ વાહનો દિલ્હીને બાયપાસ કરીને નિકળશે જેથી દિલ્હીમાં પ્રદૂષણની સમસ્યાનો નિકાલ આવશે. બીજી બાજુ આ બંને પ્રોજેક્ટો આધુનિક ટેકનોલોજીથી સજ્જ છે. સોલાર એનર્જીથી વિજળીની વ્યવસ્થા કરવામાં આવી છે. સરકાર હાઈવે, રેલવે, એરવે અને વોટરવે ઉપર સૌથી વધુ ધ્યાન આપી રહી છે. ત્રણ લાખ કરોડથી વધારે ખર્ચ હાઈવે બનાવવા ઉપર થઇ રહ્યો છે. મોદીએ કહ્યું હતું કે, ચાર વર્ષ પહેલા એક દિવસમાં ૧૨ કિમી હાઈવે બનતા હતા. આજે ૨૭ કિમી હાઈવે બની રહ્યા છે. ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કરતા પહેલા પરિવહન મંત્રી નીતિન ગડકરીને પશ્ચિમી ઉત્તરપ્રદેશને પ્રભાવિત કરવા માટે એક વચન આપી દીધું હતું. તેમણે ઉમેર્યું હતું કે, આગામી વર્ષ સુધી એક્સપ્રેસ વે પૂર્ણ થઇ જશે જેથી દિલ્હીથી મેરઠનું અંતર ૪૦ મિનિટમાં કાપી શકાશે. તે પહેલા મોદીએ આજે સવારે દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના નવ કિમીના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. દિલ્હી-મેરઠ એક્સપ્રેસ વેના પ્રથમ તબક્કાને નિઝામુદ્દીન બ્રિજથી દિલ્હી બોર્ડર સુધી છે. આ હિસ્સાને ૧૮ મહિનાના રેકોર્ડ સમયમાં તૈયાર કરવામાં આવ્યું છે. આમા ૮૪૨ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. મોદીએ આજે ઇસ્ટર્ન પેરિફેરલ એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આને સૌથી ઝડપી એક્સપ્રેસ વે ગણવામાં આવી રહ્યું છે. કારણ કે, આના ઉપર ૧૨૦ કિમી પ્રતિકલાકની ઝડપથી ગાડી ચલાવાની મંજુરી આપવામાં આવી છે. દિલ્હીને ટ્રાફિક જામની સમસ્યાથી આના કારણે મુક્તિ મળશે.

(8:10 pm IST)