Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

CBSE નું પરિણામ જાહેર કરાયું : મેઘના ટોપ ઉપર છે

મેઘનાને ૫૦૦માંથી ૩૯૯ માર્ક મળ્યા છે : ભવિષ્યમાં પણ સાયકોલોજીમાં અભ્યાસ કરવા ઈચ્છુક

નવી દિલ્હી,તા.૨૬ : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા આજે ૧૨માંનું પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી પરિણામને લઈને ભારે ઉત્સુકતા હતી. ધોરણ-૧૨ના પરિણામની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગાઝીયાબાદની મેઘના શ્રીવાસ્તવે બાજી મારી લીધી હતી. ૧૨મામાં આ વખતે વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓ આગળ રહી છે. નોઈડાની મેઘના શ્રીવાસ્તવ ટોપ ઉપર રહી છે. આ વખતે પરીક્ષામાં કુલ ૮૩.૧ ટકા બાળકો પાસ થયા છે. ૪૯૯ માર્કની સાથે નોઈડાની મેઘના ધોરણ-૧૨માં પ્રથમ સ્થાને રહી છે. જ્યારે અનુષ્કા ચંદ્રા ૩૯૮ માર્ક સાથે બીજા સ્થાને રહી છે. ૩૯૭ માર્કની સાથે ચાહત બોદરાજ ત્રીજા સ્થાને રહી છે. અલબત્ત ત્રીજા સ્થાને સંયુક્ત રીતે છ વિદ્યાર્થીઓ રહ્યા છે. ૭૨૫૯૯ વિદ્યાર્થીઓએ ૯૦ ટકાથી વધુ માર્ગ મેળવ્યા છે. ૧૨૭૩૭ વિદ્યાર્થીઓએ ૯૫ ટકાથી વધુ માર્ક મેળવ્યા છે. મેઘના સ્ટેપબોય સ્પેટ સિનિયર સેકન્ડરી સ્કુલ તાજ એક્સપ્રેસ ગૌતમબુદ્ધ નગરથી અભ્યાસકરે છે. ૫૦૦થી ૪૯૯ માર્ક મેઘનાએ મેળવ્યા છે. આ વખતની પરીક્ષામાં કુલ ૨૯૧૪ દિવ્યાંગ વિદ્યાર્થીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ૨૪૮૨ પાસ થયા છે. આ વખતે પરીક્ષામાં અનેક વિષયોમાં મેઘનાએ પુરે પુરા માર્ક્સ મેળવ્યા છે. મેઘનાને અર્થશાસ્ત્રમાં ૧૦૦માંથી ૧૦૦ માર્ક મળ્યા છે. અર્થશાસ્ત્રના પેપર લીક થવાના કારણે પેપર બીજી વખત લેવામાં આવ્યા હતા. મેઘનાએ કહ્યું છે કે તે ખૂબ જ પરેશાન હતી કારણ કે તેના પેપર ખૂબ સારા ગયા હતા પરંતુ બીજી વખત પણ તે શાનદાર રીતે પેપર લખી શકી હતી. મેઘનાને અંગ્રેજીમાં ૯૯, અર્થશાસ્ત્ર, ભુગોળ, સાયકોલોજી અને ઈતિહાસમાં પુરે પુરા ૧૦૦ માર્ક મળ્યા છે. તે કોમ્યુનિટી સર્વિસ કરવાની ઈચ્છા ધરાવે છે. મેઘનાનું કહેવું છે કે તે ભવિષ્યને લઈને હાલમાં વિચારતી નથી પરંતુ સાયકોલોજીમાં અભ્યાસ કરવા માટે ઈચ્છુક છે. ઉત્તરાખંડના બે ગામમાં કોમ્યુનિટી સેવા પણ તે કરી ચુકી છે. અનુભવ ખૂબ સારા રહ્યા છે. ભવિષ્યમાં તક મળશે તો ફરી કોમ્યુનિટી સેવા કરશે. મેઘનાનું કહેવું છે કે તે ક્યારેય વિચારતી ન હતી કે તેને ૪૯૯ માર્ક મળશે પરંતુ તે ખૂબ મહેનત કરી ચુકી છે. તેનું એમ પણ કહેવું છે કે સફળતાની ક્રેડિટ તે પોતાની મહેનત અને સ્કુલ તથા માતા-પિતાને આપે છે. આગળ તે સાયકોલોજીમાં અભ્યાસ કરવા ઈચ્છુક છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયાથી તેની અભ્યાસ કરવાની ઈચ્છા છે. વિદ્યાર્થીનીઓની પાસી ટકાવારી વિદ્યાર્થીઓની સરખામણીમાં ૯.૩૨ ટકા વધારે છે. ટોપ થ્રીમાં કુલ ૯ વિદ્યાર્થી છે. જેમાં ૬ વિદ્યાર્થીનીઓ છે. ક્ષેત્રની દ્રષ્ટીએ પરિણાની વાત કરવામાં આવે તો ત્રિવેન્દ્રનું પરિણામ ૯૭.૩૨ ટકા અને ચેન્નઈનું ૯૩.૮૭ ટકા રહ્યું છે. દિલ્હીનું પરિણામ ૮૯ ટકા રહ્યું છે. ટોપર્સમાં નોઈડા અને ગાઝીયાબાદના વિદ્યાર્થીઓ છવાઈ ગયા છે.ટોપર્સ ૧૦માંથી પાંચ નોઈડા અને ગાઝીયાબાદના રહ્યા છે.

મેઘના ટોપ પર રહી

ચારમાં ૧૦૦માંથી ૧૦૦ માર્કસ

        નવી દિલ્હી,તા. ૨૬ : કેન્દ્રિય માધ્યમિક શિક્ષણ બોર્ડ સીબીએસઈ દ્વારા આજે ૧૨માંનું પરીક્ષા પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું હતું. છેલ્લા કેટલાક દિવસથી પરિણામને લઈને ભારે ઉત્સુકતા હતી. ધોરણ-૧૨ના પરિણામની જાહેરાત કરવામાં આવ્યા બાદ ગાઝીયાબાદની મેઘના શ્રીવાસ્તવે બાજી મારી લીધી હતી. મેઘનાને કયા વિષયમાં કેટલાક માર્ક્સ મળ્યા તે નીચે મુજબ છે.

વિષય.......................................................... માર્ક

અર્થશાસ્ત્ર..................................................... ૧૦૦

અંગ્રેજી.......................................................... ૯૯

ભુગોળ........................................................ ૧૦૦

સાયકોલોજી................................................. ૧૦૦

ઈતિહાસ...................................................... ૧૦૦

(12:00 am IST)