Gujarati News

Gujarati News

News of Sunday, 27th May 2018

નરેન્દ્ર મોદીએ ભ્રષ્ટાચારમુક્ત શાસન આપ્યું : જેટલીનો દાવો

સરકારનું ધ્યાન હવે પહેલને મજબૂત કરવા પરઃ મોદી સરકારથી પહેલા ૧૦ વર્ષ સુધી દેશમાં સૌથી ભ્રષ્ટ સરકાર હતી : મોદીના શાસનમાં સાહસી નિર્ણયો લેવાયા

નવી દિલ્હી,તા. ૨૬: કેન્દ્રિય મંત્રી અરૃણ જેટલીએ આજે કહ્યું હતું કે છેલ્લા ચાર વર્ષમાં મોદી સરકારે ભ્રષ્ટાચાર મુક્ત શાસન આપ્યું છે અને ભારત આજે વિદેશી મૂડીરોકાણ પર આધારીત પાંચ ઉભરતી અર્થવ્યવસ્થાની યાદીમાંથી નીકળીને વૈશ્વિક મંચ પર આકર્ષક મત ધરાવે છે. જેટલીએ કહ્યું હતું કે કેન્દ્રમાં સત્તારૃઢ એનડીએ સરકારના ચાર વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક પર પોતાની ટિપ્પણીમાં આ મુજબની વાત કરી છે. જેટલીએ કહ્યું છે કે હવે સરકારનું ધ્યાન હજુ સુધી કરવામાં આવેલી પહેલને મજબૂત કરવા ઉપર કેન્દ્રિત રહેશે. જેટલીએ એમ પણ કહ્યું છે કે આ પહેલા યુપીએ સરકારના ૧૦ વર્ષમાં દેશમાં સ્વતંત્રતા બાદ સૌથી ભ્રષ્ટાચારી સરકાર જોવા મળી હતી. તેમણે કહ્યું છે કે મોદીની નીતિઓના પરિણામ સ્વરૃપે પારદર્શી વ્યવસ્થા સ્થાપિત થઈ છે. આ દેશને ભ્રષ્ટાચાર મુક્ત સરકાર મળી છે. મોદી પોતાની પાર્ટી અને દેશ બંનેના સ્વાભાવિક નેતા તરીકે છે. દેશે અનિર્ણયની સ્થિતિથી સ્પષ્ટતા અને નિર્ણાયક યાત્રા શરૃ કરી છે. વૈશ્વિક આર્થિક મોરચા પર ભારત ઉભરતી કમજોર પાંચ અર્થવ્યવસ્થાની યાદીમાંથી બહાર નીકળી ચુક્યું છે. પોલિસી પેરાલિસીસની સ્થિતિ હવે રહી નથી. કઠોર અને સાહસી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે. જેટલીએ કહ્યું છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપથી આગળ વધી રહેલા અર્થતંત્ર પૈકી એક છે અને આવનાર અનેક વર્ષો સુધી તેની આ પ્રકારની સ્થિતિ રહેશે. જેટલીએ એમ પણ કહ્યું હતું કે દેશનું મૂડ નિરાશાથી આશા અને અપેક્ષાઓથી ભરાઈ ચુક્યું છે. સારા પ્રશાસનના લીધે લોકો આગળ વધી રહ્યા છે. વધુ સારા રાજકાજ અને સારા અર્થશાસ્ત્રમાં સારી રાજનીતિનું મિશ્રણ થયું છે. લોકોનો વિશ્વાસ ભાજપમાં વધી રહ્યો છે. પાર્ટીનું ભૌગોલિક નેટવર્ક મજબૂત થઈ રહ્યું છે. જીતવા માટેની ક્ષમતા વધી રહી છે. કોંગ્રેસ પાર્ટી સત્તાથી દુર રહીને હતાશ છે.

(12:00 am IST)