Gujarati News

Gujarati News

News of Saturday, 26th May 2018

અમેરિકામાં દુષ્‍કર્મના એક કેસમાં જયુરી એ પીડીતાને એક અબજ ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો : દુષ્‍કર્મના કેસમાં વળતર રૂપે આપવામાં આવેલ સૌથી મોટી રકમ

અમેરિકામાં દુષ્‍કર્મના એક કેસમાં જયુરી એ પીડિતાને એક ખબજ ડોલરનું વળતર આપવાનો આદેશ કર્યો છે દુષ્‍કર્મના કેસમાં વળતર રૂપે આપવામાં આવેલ સૌથી  મોટી રકમ છે. દુષ્કર્મનો દોષી સિક્યોરિટી ગાર્ડ જેલમાં 20 વર્ષની સજા ભોગવી રહ્યો છે. પીડિતાનો રેપ થયો ત્યારે તે સગીર હતી.

પીડિતાની માતા રેનેટા ચેસ્ટન થૉર્ટને 2015માં કેસ નોંધાવ્યો હતો. કેસમાં દોષી કરાર થયેલો બ્રેન્ડન લમાર જકારી એક સિક્યોરિટી એજન્સીમાં કામ કરતો હતો. પીડિતાએ જ્યૂરીના નિર્ણયની સ્વીકારતા કહ્યું કે, ‘મારા કેસમાં આપવામાં આવેલા ચુકાદો દેખાડે છે જો તમે ન્યાય મેળવવા માટે દૃઢ હોવ તો અંત સારો થાય છે.’ એક ન્યૂઝ એજન્સી અનુસાર 2012માં પોતાના બૉયફ્રેન્ડના એક મિત્રની બર્થ ડે પાર્ટીમાં હાજરી આપવા જોન્સબોરો (જ્યૉર્જિયા) ગઈ હતી. પીડિતાએ જણાવ્યું કે, જકારીએ હથિયારના દમ પર તેના બૉયફ્રેન્ડને નિયંત્રિત કરી લીધો અને બાદમાં બધાની સામે તેનો રેપ કર્યો. ત્યારે તેની ઉંમર 14 વર્ષની હતી.

પીડિયાની માતાએ બાબતે ક્રાઈમ પ્રિવેન્શન એજન્સી નામની સુરક્ષા એજન્સીને પણ આરોપી બનાવી હતી. ઘટના સમયે જકારી એજન્સીમાં કામ કરતો હતો. રેનેટાએ એજન્સીને બેદરકારી વર્તવા અને સુરક્ષા ગાર્ડને યોગ્ય ટ્રેનિંગ આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. જ્યૂરીએ તેમના આરોપોને યોગ્ય માન્ય અને એજન્સીને એક અબજ ડૉલરનું વળતર આપવાનો આદેશ કર્યો છે.

જોકે, જ્યૂરીએ સ્પષ્ટ કર્યું કે, એજન્સીની ફાયનાન્શિયલ એબિલિટી હોવાથી વળતરની રકમમાં ફેરફાર થઈ શકે છે. પીડિતાએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે, જ્યૂરીનો નિર્ણય સૂચવે છે કે, દરેકે મહિલાઓનું સન્માન કરવું જોઈએ. યુવતી હાલમાં ફોર્ટ વેલી સ્ટેટ યુનિવર્સિટીમાં સોશિયલ વર્કનું શિક્ષણ લઈ રહી છે. અમેરિકન કાયદા વિભાગ દરમિયાન દેશમાં દર વર્ષે દુષ્કર્મ અને યૌના હિંસા સાથે જોડાયેલા સરેરાશ 3.21 લાખ કેસ સામે આવે છે.

(12:16 am IST)