News of Saturday, 26th May 2018

ગત વર્ષે ભારત શ્રીલંકા વચ્‍ચે ગોલ સ્ટેડિયમમાં રમાયેલ ટેસ્‍ટ મેચ ફિકસ હતી : સ્‍ટીંગ ઓપેરશનમાં દાવો : તપાસ શરૂ

નવી દિલ્‍હી : ગત વર્ષે ભારત તેમજ શ્રીલંકા વચ્‍ચે ગોલમાં રમાયેલ ટેસ્‍ટ મેચ ફિકસ હતી તેવો સ્‍ટીંગ ઓપેરશનમાં દાવો થયો હતો અને આ અંગે તપાસ શરૂ થઇ ગઇ છે.

મેચ ફિક્સર્સના ઇશારે પીચ સાથે છેડછાડ કરવામાં આવી હતી. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઈસીસી) મામલે તપાસ શરૂ કરી દીધી છે.

અલ જજીરા ટીવી નેટવર્કે દાવો કર્યો છે કે, મુંબઈના એક ભૂતપૂર્વ ફર્સ્ટ ક્લાક ક્રિકેટર રૉબિન મોરિસે સ્વીકાર્યું છે કે, તેણે ગયા વર્ષે પીચ સાથે છેડછાડ માટે ગૉલમાં સ્ટેડિયમના એક કર્મચારીને લાંચ આપી હતી. સ્ટિંગ ઓપરેશન રવિવારે પ્રસારિત થશે, પરંતુ તેના કેટલાક અંશ કતર સ્થિત ચેનલે ઓનલાઇન પોસ્ટ કરી દીધા છે. આઈસીસીના એલેક્સ માર્સલે એક નિવેદનમાં કહ્યું છે કે, ”અમે અત્યાર સુધી મળેલી સીમિત જાણકારીના આધારે અમારા સભ્ય દેશોના બોર્ડના કર્મચારીઓ સાથે મામલે તપાસ શરૂ કરી દીધી છે.’

તેમણે કહ્યું છે કે, ‘અમે અપીલ કરી છે કે, ક્રિકેટમાં ભ્રષ્ટાચાર સાથે જોડાયેલા પુરાવા અને સહાયક સામગ્રી અમને પૂરી પાડવામાં આવે, જેથી અમે તપાસ કરી શકીએ.’ મેચ 26થી 29 જુલાઈ સુધી ભારત અને શ્રીલંકા વચ્ચે ગૉલમાં રમાઈ હતી. ચેનલે પોતાની વેબસાઇટ પર દાવો કર્યો છે કે, ‘ગૉલ સ્ટેડિયમ પર આસિસ્ટન્ટ મેનેજર થરંગા ઇન્ડિકાએ કહ્યું હતું કે, તે બોલર્સ કે બેટ્સમેનને મદદ મળે તે રીતે પીચ બનાવી શકે છે.’ ક્લિપિંગમાં 41 વર્ષનો રોબિન મોરિસ ઇન્ડિકા તરફ ઇશારો કરતા કહે છે કે, ‘અમે આવી પીચ બનાવી શકીએ છીએ. તે મુખ્ય મેદાનકર્મી અને આસિ. મેનેજર પણ છે.’

ભારત મેચ 304 રને જીતી હતી. પહેલી ઇનિંગમાં ભારતે 600 રન બનાવ્યા હતા, જેમાં શિખર ધવને 190 અને ચેતેશ્વર પુજારાએ 153 રનનું યોગદાન આપ્યું હતું. બીજી ઇનિંગ ભારતે ત્રણ વિકેટે 240 રનના સ્કોર સાથે જાહેર કરી દીધી હતી, જેમાં કેપ્ટન વિરાટ કોહલીએ અણનમ સદી ફટકારી હતી. શ્રીલંકાની ટીમ બંને ઇનિંગ્સમાં અનુક્રમે 291 અને 245 રન બનાવી શકી હતી. ઇન્ડિકાએ કથિત રીતે દાવો કર્યો છે કે, તેણે બેટ્સમેનને મદદ મળે તેવી પીચ બનાવી હતી. સ્ટિંગના વીડિયોમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારત બેટ્સમેનની વિકેટ પર રમ્યું હતું. અમે વિકેટને સંપૂર્ણપણે દબાવી દીધી હતી અને તેની પર પાણી નાખીને તેને કડક કરી દીધી હતી.’

(1:03 am IST)
  • સાઉદી અરબ સહિતના દેશોનો સમાન વેચવા કતારે લગાવ્યો પ્રતિબંધ : સાઉદી અરબ સહિતના દેશોએ કતાર સાથે સબંધો તોડ્યાના એક વર્ષ બાદ દોહાએ પોતાને ત્યાં ઉપરોક્ત દેશોનો સમાન વેચવા રોક લગાવી છે : કતારે પોતાના દેશના દુકાનદારોને આદેશ કર્યો છે કે પોતાની દુકાનમાં સાઉદી અરબના નેતૃત્વવાળા દેશોનો સમાન હટાવી લ્યે : નિરીક્ષક દુકાનોની ચેકીંગ પણ કરશે. access_time 11:31 pm IST

  • પ્રચંડ હીટ વેવની ઝપટમાં દિલ્હી અને એનસીઆર: પાલમ ખાતે ૪૬ પોઈન્ટ ૨ ડિગ્રી અને સફદરજંગ ખાતે ૪૫ ડિગ્રી જેવું ચામડી બાળતુ ઉષ્ણતામાન નોંધાયું: હજી બે દિવસ સુધી ચાલુ રહેશે તેમ ખાનગી વેધર કમ્પનીએ જણાવ્યું છે. access_time 10:18 pm IST

  • કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના નવા ચૂંટાયેલા વિધાનસભ્ય એસ. એન. ગૌડાનું રોડ અકસ્માતમાં મૃત્ય : ગોવાથી બાગલકોટ જતા હતા ત્યારે એમની કારને નડ્યો ગંભીર અકસ્માત access_time 9:00 am IST