Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

દેશમાં કોરોનાના રેકોર્ડબ્રેક 2.62 લાખથી દર્દીઓ સ્વસ્થ થયા : રાત્રે 11 વાગ્યા સુધીમાં નવા 3,62 લાખથી વધુ કેસ : 29.72 લાખથી વધુ એક્ટીવ કેસ : આજે અત્યાર સુધીના સૌથી વધુ 3285 દર્દીના મોત : કુલ મૃત્યુઆંક 2 લાખને પાર પહોંચ્યો

મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,358 નવા કેસ : ઉત્તર પ્રદેશમાં 32,921 કેસ, દિલ્હીમાં 24,149 કેસ, કર્ણાટકમાં 31,830 કેસ, કેરળમાં 32,819 કેસ, છત્તીસગઢમાં 14,893 કેસ, રાજસ્થાનમાં 16,089 કેસ, મધ્યપ્રદેશમાં 13,417 કેસ, ગુજરાતમાં 14,352 કેસ, બિહારમાં 12,604 કેસ, તામિલનાડુમાં 15,830 કેસ, પશ્ચિમ બંગાળમાં 16,403 કેસ, આંધ્ર્પ્રદેશમાં 11,434 કેસ, હરિયાણામાં 11,931 કેસ, તેલંગાણામાં 10,122 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના નવા કેસમાં ભયજનક ઉછાળો નોંધાયો છે સતત વધી રહેલા કેસોએ લોકોની ચિંતા વધારી દીધી છે. સ્થિતિ એ થઈ ગઈ છે કે દેશમાં દરરોજ એક લાખથી વધુ નવા કેસ સામે આવી રહ્યાં છે તેવામાં છેલ્લા કેટલાક દિવસોથી ત્રણ લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે જયારે આજે છેલ્લા 24 કલાકમાં 3.62.757 નવા કેસ નોંધાયા છે 

 સાથે છેલ્લા 24 કલાકમાં 3285 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 2.01.165 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 3.62.757 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 1,79,88,637 થઇ છે  એક્ટિવ  સંખ્યા પણ 29,72,106  લાખે પહોંચી છે છેલ્લા 24 કલાકમાં 2.62,039 દર્દીઓ રિકવર  કરાયા છે આ સાથે કુલ  1.48,07,704 લોકોએ કોરોનાને મહાત આપી છે

  દેશમાં મહારાષ્ટ્રમાં સૌથી વધુ 66,358 નવા કેસ નોંધાયા છે જયારે ઉત્તર પ્રદેશમાં 32,921 કેસ, દિલ્હીમાં 24,149 કેસ, કર્ણાટકમાં 31,830 કેસ, કેરળમાં 32,819 કેસ, છત્તીસગઢમાં 14,893 કેસ, રાજસ્થાનમાં 16,089 કેસ, મધ્યપ્રદેશમાં 13,417 કેસ,ગુજરાતમાં 14,352 કેસ, બિહારમાં 12,604 કેસ, તામિલનાડુમાં 15,830 કેસ,પશ્ચિમ બંગાળમાં 16,403 કેસ, આંધ્ર્પ્રદેશમાં 11,434 કેસ, હરિયાણામાં 11,931 કેસ, તેલંગાણામાં 10,122 કેસ  નોંધાયા  છે

(12:10 am IST)