Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

યુપીના મેરઠની હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટતાં ૯નાં મોત

દેશભરની હોસ્પિટલ્સમાં ઓક્સિજનની ભારે કમી : સૌથી મોટા રાજ્યમાં ઓક્સિજનની અછત, ઓક્સિજનની અછતથી હોસ્પિટલો પોતે જ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ

મધ્ય પ્રદેશ, તા. ૨૭ : દિલ્હી બાદ હવે યુપીના મેરઠમાં પણ હોસ્પિટલમાં ઓક્સિજન ખૂટી પડવાના કારણે ૯ દર્દીઓના મોત થયા બાદ હડકંપ મચી ગયો છે.

દેશના સૌથી મોટા રાજ્ય યુપીમાં ઓક્સિજનની અછત છે અને મેરઠના કેએમસી હોસ્પિટલમાં કોરોનાન નવ દર્દીઓ  મોતને ભેટયા છે.જોકે તંત્રનો દાવો છે કે, ઓક્સિજન સિલિન્ડર પૂરતા પ્રમાણમાં હતા. દરમિયાન ઓક્સિજનની અછતથી હોસ્પિટલો પોતે જ વેન્ટિલેટર પર હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અલગ અલગ હોસ્પિટલો ઓક્સિજનની અછતના કારણે હવે કોરોનાના નવા દર્દીઓને દાખલ કરવા માટે ના પાડી રહી છે. કેએમસી હોસ્પિટલના ચેરમેને કહ્યુ હતુ કે, અમારી પાસે દર્દીઓ માટે જેટલી જરુર હોય છે તેની સરખામણીમાં ઓક્સિજન બહુઓછો છે. આમ છતા દર્દીઓને ઓક્સિજન આપવામાં આવી રહ્યો છે.

બીજી તરફ હોસ્પિટલોનો એવો પણ આક્ષેપ છે કે, તંત્ર દ્વારા ઓક્સિજનની વ્યવસ્થા કરવાની જગ્યાએ દર્દીઓને એક હોસ્પિટલમાથી બીજી હોસ્પિટલમાં શિફટ કરવામાં આવી રહ્યા છે. મેરઠની સરકારી મેડિકલ કોલેજમાં પણ એક તબક્કે ઓક્સિજન ફ્લો ઓછો થતા અફરા તફરી મચી હતી. જોકે બાદમાં ઓક્સિજન સપ્લાય પૂર્વવત કરાયો હતો.

(8:03 pm IST)