Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમેરિકન કંપનીઓના ૪૦ સી.ઈ.ઓ. ભારતની વ્હારે : ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના: તબીબી સામાન, રસી, સેંકડો ઓક્સિજન મશીન પૂરા પાડશે: યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ એન્ડ બિઝનેસ રાઉન્ડટેબલની સામુહિક પહેલ

નવી દિલ્હી : અમેરિકાની ટોચની ૪૦ કંપનીના સી.ઈ.ઓ. કોરોના સામેના જંગમાં ભારતની મદદ કરવા આગળ આવ્યા છે અને એક ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરવા ભેગા થયા હતા.

ડેલોઇટના સી.ઈ.ઓ. પુનીત રંજને જણાવ્યુ કે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ એન્ડ બિઝનેસ રાઉન્ડટેબલની સામુહિક પહેલરૂપે આ ટાસ્ક ફોર્સે આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં ૨૦૦૦૦ ઓક્સિજન મશીન મોકલવા જાહેર કર્યું છે.

મહામારી પર આ ગ્લોબલ ટાસ્ક ફોર્સ ભારતને મહત્વના તબીબી સામાન, વેક્સીન, ઓક્સિજન અને બાકી જીવનરક્ષક સહાયતા આપશે.

(5:37 pm IST)