Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

JDSના દેવગૌડાના લખેલા પત્રનો પીએમ મોદીએ ખુદ ફોન કરીને આપ્યો જવાબઃ મનમોહનસિંહને ન મળ્યો જવાબ

કોરોના સંકટ વચ્ચે રાજનૈતિક ગરમાગરમીઃ વિપક્ષે સરકારને ઘેરી

નવી દિલ્હી, તા.૨૭: દેશમાં કોરોના સંકઠ વચ્ચે રાજનૈતીક હાર-જીતનો ખેલ પણ ચાલુ છે. વિપક્ષી દળો દ્વારા સરકારને ઘેરવાના પ્રયત્નો કરી રહયા છે. કોરોના સંકટ પર હાલના દિવસોમાં દેશના ૨ ભૂતપૂર્વ વડાપ્રધાને પીએમ મોદીને પત્ર લખ્યો છે પહેલા કોંગ્રેસ નેતા મનમોહનસિંહે ત્યારબાદ જેડીએસ નેતા દેવગૌડાએ પત્ર લખ્યો. પત્ર લખ્યા બાદ મનમોહનસિંહ જયાં બીજેપીના નિશાના પર આવી ગયા હતા અને બીજી બાજુ દેવગૌડાના પત્ર પર વડાપ્રધાને ખુદ ફોન કરીને તેને જવાબ આપ્યો છે.

સુત્રોના જણાવ્યા મુજબ ભૂતપૂર્વ વડાપ્રધાન એચડી દેવગૌડાએ તેમના પત્રના જવાબમાં વડાપ્રધાન મોદી દ્વારા તેમને ફોન કરવામાં આવ્યો. દેવગૌડાએ કહયું કે મોદીજીએ તેમને આશ્વાસન આપ્યું કે તેમના મંતવ્યોને આગળ વધારશે. ઉલ્લેખનીય છે કે ભૂતપૂર્વ વડાપ્રધાને એચડી દેવગૌડાની સમાન જ ભૂતપૂર્વ વડાપ્રધાને મનમોહનસિંહે પણ મોદીને પત્ર લખીને પાંચ મંતવ્યો આપ્યા હતા. પરંતુ તે સમયે સરકર તરફથી તેના ઉપર નીશાન સાધવામાં આવ્યું હતું.

મનમોહનસિંહના પત્રના જવાબમાં સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને પલટવાર કરીને કહયું હતું કે ઇતિહાસ તમારા માટે સરળ હશે. જો આ પ્રકારનું રચનાત્મક સહયોગ તેમજ કિંમતી સલાહ પર તમારા પક્ષ કોંગ્રેસે કામ કર્યુ હોત તો સારૂ હતું.

સ્વાસ્થ્ય મંત્રીએ ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહે લખેલા પત્રમાં અનેક ભૂલનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. તેઓએ કહયું હતું કે મનમોહનસિંહે આયાત માટે જે સલાહ આપી છે તે પહેલેથી જ કરી લેવામાં આવ્યું છે.

ભૂતપૂર્વ વડાપ્રધાન દેવગૌડા દ્વારા લખેલા પત્રમાં કોરોના મહામારીના રોકથામ માટે ચુંટણીની જીતના પ્રશ્નને મર્યાદિત કરે અને ઉપચુંટણી તેમજ સ્થાનીક ચુંટણીને આવતા ૬ મહીના માટે સ્થગિત કરવાની વાત કહેવામાં આવ્યું હતું.

(4:30 pm IST)