Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

મહારાષ્ટ્રમાં ગર્ભવતી વાઘણની ક્રુરતાપુર્વક હત્યા

શિકારીઓએ નખ માટે વાઘણના પગ પણ છુંદી નાખ્યા હતા

મુંબઇ તા. ર૭: મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારના યવતમાલ જીલ્લાના પંઢરકાવાડાના જંગલોમાં પોતાના ગર્ભમાં ચાર બચ્ચાઓ ધરાવતી એક ગર્ભવતી વાઘણની ક્રુરતા પૂર્વક હત્યા કરાયાની સનસનાટી પુર્ણ ઘટના બની છે.

શિકારીઓએ તેના નખ મેળવવા માટે તેના બન્ને આગલા પણ છૂંદી નાખ્યા હતા. આ ઘટના મુકુટબન રેંજમાં બની હતી જેણે આદિવાસીઓ અને જંગલ અધિકારીઓના કાળજા પણ કંપકંપાવી દીધા હતા.

ઘટના રવિવારે બની હતી અને સોમવારે સાંજે પ્રકાશમાં આવી હતી. સાતપૂડા ફાઉન્ડેશનના સ્થાપક અને વન્ય જીવનની સુરક્ષા માટે કામ કરતા કિશોર રીથેએ આ ઘટના લોકો સમક્ષ જાહેર કરી હતી અને ગુનેગારોને સખત સજાની માંગણી કરી હતી.

(3:33 pm IST)