Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

રાહુલ ગાંધીએ શેર કરી સંજીવની લાવતા હનુમાનજીની તસ્વીર

ટવીટ કરી કહ્યું રોજગાર અને વિકાસની જેમજ સરકાર કોરોનાના સાચા આંકડા પણ પ્રજા સુધી પહોંચવા દેતી નથી

નવી દિલ્હી તા. ર૭: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને હનુમાન જયંતીની શુભકામના આપી છે. આ સાથે જ રાહુલે ટવીટર પર હનુમાનજીની સંજીવની બુટી લાવતા હોય તેવી તસ્વીર શેર કરી છે. કોંગ્રેસ નેતા તરફથી શેર કરાયેલ આ તસ્વીરને એક સંદેશના રૂપમાં પણ જોવામાં આવી રહી છે. ભાજપા દ્વારા અવારનવાર કોંગ્રેસ પર મુસ્લિમ તુષ્ટીકરણનો આક્ષેપ કરાતો હોય છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા શેર કરાયેલ આ તસ્વીર કોંગ્રેસની બદલાયેલ નીતિનો સંકેત છે.

આ પહેલા રાહુલ ગાંધીએ એક અન્ય ટવીટ કરીને કેન્દ્ર સરકાર પર કોરોનાના આંકડાઓ છુપાવવાનો પણ આક્ષેપ કર્યો હતો. રાહુલે લખ્યું છે કે કેન્દ્ર સરકાર મહામારી પર ભલે નિયંત્રણ નથી મેળવી શકતી પણ તેણે સત્ય પર નિયંત્રણ જરૂર કરી લીધું છે. રાહુલે ટવીટ કર્યું, ''રોજગાર અને વિકાસની જેમજ કેન્દ્ર સરકાર કોરોનાના સાચા આંકડા પણ પ્રજા સુધી પહોંચવા નથી દેતી. મહામારી તો નહીં પણ મહામારી સત્ય તો તેણે નિયંત્રણમાં કરી લીધું છે. ''

(3:33 pm IST)