Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

લગ્ન પ્રસંગે ૫૦ વ્યકિતઓની અને અંતિમક્રિયા માટે મહત્તમ ૨૦ વ્યકિતઓની મંજૂરી અપાશે

ભારત સરકારના ગૃહ મંત્રાલયની માર્ગદર્શિકા સંદર્ભે ગુજરાતમાં વધારાના નિયંત્રણો : તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશેઃ તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે

અમદાવાદ તા. ૨૭ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ ભારત સરકારના ગૃહ મંત્રાલયની તા. ૨૬ એપ્રિલની માર્ગદર્શિકા સંદર્ભે સમગ્ર રાજયમાં કેટલાક નિયંત્રણો મૂકવાનો નિર્ણય કર્યા છે. તા. ૨૮મી એપ્રિલથી તા. ૦૫મી મે સુધી સમગ્ર રાજયમાં આ નિયંત્રણો અમલી રહેશે.

આ સમયગાળા દરમ્યાન સમગ્ર રાજયમાં લગ્ન માટે ખુલ્લા અથવા બંધ સ્થળોએ મહત્ત્।મ ૫૦ (પચાસ) વ્યકિતઓની મંજૂરી રહેશે. લગ્ન માટે DIGITAL GUJARAT PORTAL પર નોંધણીની જોગવાઇ યથાવત રહે છે. અંતિમક્રિયા/દફનવિધિ માટે મહત્ત્।મ ૨૦ (વીસ) વ્યકિતઓની મંજૂરી રહેશે.

રાજયના તમામ ધાર્મિક સ્થાનો જાહેરજનતા માટે બંધ રહેશે. ધાર્મિક સ્થાનો ખાતેની દૈનિક પૂજા/વિધિ ધાર્મિક સ્થાનોના સંચાલકો/પૂજારીશ્રીઓ દ્વારા જ કરવાની રહેશે. સમગ્ર રાજયમાં તમામ પ્રકારના રાજકીય, સામાજિક, ધાર્મિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક, કાર્યક્રમો/ મેળાવડાઓ સદંતર બંધ રહેશે.

સમગ્ર રાજયમાં સરકારી, અર્ધ સરકારી, બોર્ડ, કોર્પોરેશન, બેંક, Finance Tech સંબંધિત સેવાઓ, કેશ ટ્રાન્ઝેકશન સેવાઓ, બેંકોના કલીયરીંગ હાઉસ, એ.ટી.એમ/ સી.ડી.એમ. રીપેરર્સ, સ્ટોક એકસચેન્જ, સ્ટોક બ્રોકરો, ઈન્સ્યોરન્સ કંપનીઓ તથા તમામ પ્રકારની ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની હાજરીની સંખ્યા ૫૦% સુધી સુનિશ્ચિત કરવાની રહેશે. આવશ્યક સેવાઓને આ જોગવાઇ લાગુ પડશે નહીં.

રાજયમાં પ્રેક્ષકોની ઉપસ્થિતિ વગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ/સ્પોર્ટ્સ  સ્ટેડીયમ/સંકુલમાં પ્રેક્ષકો વગર રમત-ગમત  ચાલુ રાખી શકાશે.

પબ્લિક બસ ટ્રાન્સપોર્ટ મહત્ત્।મ ૫૦% પેસેન્જર કેપેસીટીમાં ચાલુ રહેશે.

અન્ય રાજયોમાંથી ગુજરાતમાં પ્રવેશ કરતાં મુસાફરોને RTPCR Test સંદર્ભે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા આપવામાં આવેલ સૂચનાઓ લાગુ રહેશે એમ ગૃહ વિભાગે આજે મહત્વની બેઠક બાદ આદેશો બહાર પાડ્યા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ પદે આજે સવારે ગૃહ વિભાગની તાકીદની બેઠક મળી હતી. આ બેઠકમાં ગૃહ રાજય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા, મુખ્ય સચિવ શ્રી અનિલ મુકીમ, અધિક મુખ્ય સચિવ (ગૃહ) શ્રી પંકજકુમાર, પોલીસ મહાનિર્દેશક શ્રી આશિષ ભાટિયા, આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડો. શ્રીમતી જયંતી રવિ સહિતના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(3:09 pm IST)