Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

અમેરિકન 40 કંપનીના CEO ભારતની વ્હારે : ગ્લોબલ ટાસ્ક ફોર્સ તબીબી સામાન, રસી, ઓક્સિજન આપશે

યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ એન્ડ બિઝનેસ રાઉન્ડટેબલની સામુહિક પહેલ

નવી દિલ્હી : અમેરિકાની ટોપ 40 કંપનીના CEO COVID-19 વિરૂદ્ધ લડાઇમાં ભારતની મદદ કરવા આગળ આવ્યા છે અને એક ગ્લોબલ ટાસ્ક ફોર્સની રચના કરવા ભેગા થયા હતા ડેલોઇટના CEO પુનીત રંજને જણાવ્યુ કે યુએસ ચેમ્બર્સ ઓફ કોમર્સની યુએસ-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક એન્ડ પાર્ટનરશિપ ફોરમ એન્ડ બિઝનેસ રાઉન્ડટેબલની સામુહિક પહેલ આ ટાસ્ક ફોર્સે એક બેઠકમાં આગામી કેટલાક અઠવાડિયામાં ભારતમાં 20000 ઓક્સિજન મશીન મોકલવા પ્રતિબદ્ધ છે.

મહામારી પર આ ગ્લોબલ ટાસ્ક ફોર્સ ભારતને મહત્વ તબીબી સામાન, વેક્સીન, ઓક્સિજન અને બાકી જીવનરક્ષક સહાયતા આપશે.

કોઇ દેશમાં જન સ્વાસ્થ્ય સંકટ સામે લડવા માટે બનેલી પોતાની જેવી પ્રથમ ગ્લોબલ ટાસ્ક ફોર્સને અમેરિકાના વિદેશ મંત્રી ટોની બ્લિંકને સંબોધિત કરી હતી. બ્લિંકને ટ્વીટ કરી કહ્યુ કે આ વાતચીત બતાવે છે કે કેવી રીતે ભારતના COVID-19 સંકટના સમાધાન માટે અમેરિકા અને ભારત અમેરિકન પ્રાઇવેટ સેક્ટરની વિશેષતા અને ક્ષમતાનો લાભ ઉઠાવી શકે છે.

આ મુહિમને લઇને પુનીત રંજને જણાવ્યુસ વીકેન્ડમાં અમેરિકાની કેટલીક કંપનીઓ એક સાથે આવી છે. અમે દરેક સંભવ મદદ પર ધ્યાન આપી રહ્યા છીએ, જેવા કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે પ્રથમ લહેરથી સફળતાપૂર્વક લડ્યા બાદ અમે ઘણા આશ્વત છીએ, અમારૂ મનોબળ ઉંચુ છે પરંતુ આ લહેરે દેશને હલાવી નાખી છે. હવે અમારી જવાબદારી કોઇ પણ રીતે તેની સામે લડવાની છે.

રંજને કહ્યુ કે સૌથી જરૂરી ઓક્સિજન અને તેના કંસનટ્રેટર્સ છે, તેમણે કહ્યુ કે બીજો મુદ્દો 10 લીટર અને 45 લીટરની ક્ષમતાથી ઓક્સિજન સિલિન્ડર મોકલવાનો છે.

ડેલોઇટના સીઇઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકન રાષ્ટ્રપતિ જો બિડેન વચ્ચે વાતચીત અને ભારતને તુરંત મેડિકલ સપ્લાય કરનારા અમેરિકાના નિર્ણયનું સ્વાગત કર્યુ, તેમણે કહ્યુ કે બન્ને દેશ સ્વાભાવિક સહયોગી છે, તેમણે જણાવ્યુ કે ડેલોઇટના ભારતમાં આશરે 2000 કર્મચારી કોરોના વાયરસથી સંક્રમિત છે.

(2:46 pm IST)