Gujarati News

Gujarati News

News of Tuesday, 27th April 2021

ભારતમાં કોરોના કોરોના સંકટ વધુ દુખદાઇ : દિલ તૂટવાથી ઘણુ: અમે સહયોગ આપવા તૈયાર : WHO

ભારતે વિશ્વની મદદ કરી છે, માટે હવે દુનિયાનો વારો છે કે તે ભારતની મદદ કરે.

નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO)એ ભારતમાં વધતા કોરોના સંકટ પર ચિંતા વ્યક્ત કરી છે. ભારત જે આખી દુનિયામાં કોરોના વેક્સીન સપ્લાય કરી રહ્યુ છે, આજે તેની સ્થિતિ ઘણી વધુ ખરાબ છે. WHOના ડિરેક્ટર જનરલ ડૉ. ટ્રેડોસ અધનોમ ધેબ્રેસસે કહ્યુ કે ભારતમાં કોરોના સંકટ વધુ દુખદાઇ છે, આ દિલ તૂટવાથી ઘણુ વધુ છે. અમે આવી સ્થિતિમાં ભારતનો સહયોગ કરવા માટે તૈયાર છીએ.

ડૉ. ટેડ્રોસે કહ્યુ કે આ જાણીને સારૂ લાગે છે કે કેટલાક દેશોમાં મોત અને સંક્રમણનો આંકડો ઓછો થઇ રહ્યો છે પરંતુ હજુ પણ કેટલાક દેશ એવા છે જ્યા સ્થિતિ વધુ ખરાબ છે. અહી હજુ પણ કોરોના સંક્રમણ ફેલાઇ રહ્યુ છે. ભારતમાં પણ આવી જ સ્થિતિ છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 3.52 લાખ નવા કોરોનાના કેસ સામે આવ્યા છે, જે મહામારીની શરૂઆતથી અત્યાર સુધીના સૌથી વધુ છે.

ડૉ. ટેડ્રોસે ભારતીય સ્વાસ્થ્ય મંત્રાલયના હવાલાથી કહ્યુ કે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2812 લોકોના મોત કોરોનાથી થયા છે. જ્યારે 2.19 લાખથી વધુ લોકો રિકવર થયા છે. આ સમયે ભારતમાં 1.73 કરોડ પોઝિટિવ કેસ છે. 1.95 લાખથી વધુ મોત કોરોના મહામારીને કારણે થયા છે. જ્યારે 1.43 કરોડ લોકો રિકવર પણ થયા છે.

ડૉ. ટેડ્રોસે કહ્યુ કે WHOએ ભારત માટે ઓક્સિજન કંસેટ્રેટર્સ અને અન્ય સામગ્રી મોકલી છે. આ સાથે જ 2600 કર્મચારીઓને તૈનાત કર્યા છે જેથી આ જરૂરી વસ્તુઓનો યોગ્ય ઉપયોગ અને પરિવહન થઇ શકે. ભારતે વિશ્વની મદદ કરી છે, માટે હવે દુનિયાનો વારો છે કે તે ભારતની મદદ કરે.

ભારતે આખી દુનિયાને વેક્સીન આપીને મદદ કરી તો હવે આવી સ્થિતિમાં ભારત માટે વિશ્વભરમાંથી મદદ આવી રહી છે. વૈશ્વિક સ્તર પર ભારતના ઓક્સિજન સપ્લાય, વેન્ટિલેટર્સ, વેક્સીન માટે રો મટેરિયલ, પીપીઇ કિટ્સ અને ઓક્સિજન કંસેટ્રેટર્સ મોકલવામાં આવી રહ્યા છે. રવિવારે અમેરિકા પણ ભારતને વેક્સીનનો રો મટેરિયલ મોકલવા તૈયાર થયુ હતું.

(1:20 pm IST)